• Gujarati News
  • માર્કેટયા‌ર્ડ‌ સમિતિ ટેન્ડર ખોલી શકશે પરંતુ ખેતી નિયામકનો નિર્ણય બંધનકર્તા રહેશે : હાઇકો‌ર્ટ

માર્કેટયા‌ર્ડ‌ સમિતિ ટેન્ડર ખોલી શકશે પરંતુ ખેતી નિયામકનો નિર્ણય બંધનકર્તા રહેશે : હાઇકો‌ર્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર માર્કેટયા‌ર્ડ‌નું વિવાદી જમીન ખરીદી પ્રકરણ : યા‌ર્ડ‌ હાઇવે પર ખસેડવાની હિ‌લચાલ સામે સ્થાનિક આગેવાનો અને વેપારીઓ દ્વારા વિરોધ કરાતાં વિવાદ
ભાસ્કર ન્યૂઝ.દિયોદર
દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ £ારા માર્કેટયા‌ર્ડ‌ના સ્થળાંતરને લઇને માર્કેટયા‌ર્ડ‌ સમિતિ અને સ્થાનિક આગેવાનો વચ્ચે વિવાદ અને વિરોધ સાર્જયો છે. ત્યારે હાઇકો‌ર્ટ £ારા વર્તમાન સમયે માર્કેટયા‌ર્ડ‌ આવેલા ટેન્ડર ખોલવાની પ્રક્રિયા કરી શકશે, પરંતુ ગાંધીનગર ખેતી નિયામકનો નિર્ણય આ બાબતે સંપૂર્ણ રીતે બંધનકર્તા રહેશે તેઓ હુકમ કરાયો છે જેને લઇ સહકારી ક્ષેત્રમાં આ મુદ્દો ફરી ચર્ચાનું
કેન્દ્ર બન્યો છે.
દિયોદર માર્કેટયા‌ર્ડ‌ સમિતિ £ારા માર્કેટયા‌ર્ડ‌ રોડ પર સર્જા‍તી ટ્રાફિક સમસ્યાને લઇ માર્કેટયા‌ર્ડ‌ કોટડા ((દી)) રોડ પર ખસેડવાની હિ‌લચાલ ચાલી રહી છે. ત્યારે થોડાક સમય અગાઉ માર્કેટયા‌ર્ડ‌ £ારા ટેન્ડર મંગાવી જમીન ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંગે માર્કેટયા‌ર્ડ‌ના કેટલાક વેપારીઓ અને ગામ આગેવાનો, સરપંચ £ારા વિવિધ કારણ રજૂ કરી ખેતી નિયામક અને ગ્રામ્ય બજાર અર્થતંત્ર ગાંધીનગરને રજૂઆત કરાતાં ખેતી નિયામક £ારા આ સંદર્ભે તા.૧૮માર્ચ, ૨૦૧૪
સુધી માર્કેટયા‌ર્ડ‌ને જમીન ખરીદી બાબતે મનાઇહુકમ આપવામાં આવ્યો હતો.
ત્યારે માર્કેટયા‌ર્ડ‌ના ચેરમેન શિવાભાઇ ભુરીયા અને સમિતિ £ારા આ મનાઇહુકમને ગુજરાત હાઇકો‌ર્ટમાં પડકારવામાં આવતાં હાઇકો‌ર્ટ £ારા સામે પક્ષે વેપારી આગેવાનોના વકીલને સાંભળી ૪ માર્ચના રોજ આદેશ કર્યો છે કે બજાર સમિતિ વર્તમાન સમયે જમીન ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયાના ટેન્ડર ખોલી શકો છો, પરંતુ તે અંગે ગ્રામ્ય બજાર અર્થતંત્ર અને ખેતી નિયામકનો અંતિમ નિર્ણય દિયોદર માર્કેટયા‌ર્ડ‌ સમિતિને બંધનકર્તા રહેશે તેમ જણાવાયું છે.