• Gujarati News
  • ડીસામાં મહિ‌લાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ

ડીસામાં મહિ‌લાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૂમસામ રસ્તાનો લાભ ઉઠાવી બે બાઇકસવાર ફરાર થઇ ગયા
ભાસ્કર ન્યૂઝ.ડીસા
ડીસા શહેરના એન.આર.પાર્કમાં રહેતી મહિ‌લા તેમની પુત્રી સાથે રવિવારે બપોરે એસ.સી.ડબલ્યુ હાઇસ્કૂલ રોડ પરથી પસાર થતી હતી. ત્યારે બાઇકસવાર બે યુવકો તેમના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી ભાગી છૂટયા હતા. આ ઘટનાથી ચકચાર મચી ગઇ હતી.
ડીસાના એન.આર.પાર્કમાં રહેતાં સુરેખાબેન મહેન્દ્રભાઇ દરજી રવિવારે બપોરે તેમની ૧૨ વર્ષની પુત્રી સાથે એસ.સી.ડબલ્યુ હાઇસ્કૂલ રોડ પર જઇ રહ્યા હતા. બપોરનો સમય હોઇ અને રજાનો દિવસ હોઇ રસ્તો સૂમસામ હતો. આ તકનો લાભ લઇ બાઇક પર પાછળથી આવેલા બે યુવકોએ અચાનક ઝાપટ મારી સુરેખાબેનના ગળામાંથી આશરે બે તોલા સોનાના દોરાની ચીલઝડપ કરી હતી. મહિ‌લા અને તેમની પુત્રીએ બૂમાબૂમ કરી પરંતુ આજુબાજુ કોઇ ન હોવાથી બંને યુવકો ફરાર થઇ ગયા હતા. જે બનાવ અંગે સુરેખાબેન દરજીએ શહેર દક્ષિણ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ગુનો નોંધી ચેન સ્નેચરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.