• Gujarati News
  • વડગામના પરખડી ગામે બે જૂથો વચ્ચે અથડામણ

વડગામના પરખડી ગામે બે જૂથો વચ્ચે અથડામણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વડગામ
વડગામ તાલુકાના પરખડી ગામે ગુરુવારે મોડી સાંજે યુવતીના મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ થતાં અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનામાં બન્ને પક્ષોએ બે વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન પોલીસે હુમલો કરનારા શખ્સોની અટકાયત કરી રાયોટીંગનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
વડગામ પંથક મોડી સાંજે બનેલી ઘટનાની વિગતો આપતા વડગામ પીએસઆઇ અમિત દેસાઇએ જણાવ્યું હતું કે, પરખડી ગામે યુવતીના મુદ્દે પટેલ અને ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે સામ સામે આવી ગયા હતા. જેમાં મામલો બીચકતા મારા મારી થવા પામી હતી. આ ઘટનામાં બન્ને પક્ષોએ એક વ્યક્તિ એક વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બન્ને પક્ષના વ્યક્તિઓની અટકાયત કરી તેમની વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. દરમિયાન ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.