Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહિલા તલાટી ઉપર દિયરે જ બળાત્કાર ગુજારતાં ચકચાર
અમદાવાદ સાસરીમાં ગયેલી મહિલા સાથે બનેલી શરમજનક ઘટના
ઘરમાં ગોંધી રાખેલી મહિલા તક મળતાં ભાગીને થરાદ પોલીસ મથકે પહોંચી
દિયર સામે બળાત્કાર અને પતિ, સાસુ, સસરા સામે અત્યાચાર સહિતની ફરિયાદ નોંધી
ભાસ્કર ન્યૂઝ.થરાદ
સાસરે જવા ન ઇચ્છતી ભાભર તાલુકાની એક મહિલા તલાટીને તેના જ માતા- પિતાએ પરાણે મોકલતાં ત્યાં પણ પોતાની મરજી વિરુ£ દિયરની હવસનો શિકાર બન્યા બાદ તેને છૂપાવવા માટે સાસરિયાંએ ઘરમાં ગોંધી દેતાં મહામુસીબતે ભાગેલી મહિલાએ સીધી થરાદ આવીને પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૂળ ભાભર તાલુકાની મહિલાનાં લગ્ન ત્રણેક વર્ષ પૂર્વે સાંતલપુર તાલુકાના અને હાલ અમદાવાદ રહેતા યુવક સાથે થયા હતા. આ મહિલા ભાભર તાલુકામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતી હતી. તેણીને પોતાને સાસરે જવાની ઇચ્છા ન હતી. તેમ છતાં પણ ચારેક દિવસ પૂર્વે તેણીના માતા-પિતાએ તેણીને સમજાવીને ઇચ્છા વિરુ£ અમદાવાદ ખાતે સાસરે મોકલી હતી. જ્યાં તેણીના પતિ અને સાસુ- સસરાએ શારિરીક- માનસિક ત્રાસ આપવાની શરૂઆત કરી હતી. જ્યારે ઘરમાં કોઇ નહી હોવાથી એકલતાનો લાભ મળતાં તેણીના દિયર અમિતભાઇ કમાભાઇ પટેલે તા.૨પ ફેબ્રુઆરીની રાત્રે તેણીની મરજી વિરુ£ બળાત્કાર ગુર્જાયો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી તેણીએ આ અંગે પતિને વાત કરતાં સમાજમાં આબરૂ જવાની બીકથી તેણીને રૂમમાં ગોંધી દીધી હતી.
જોકે, ત્યાંથી છટકવાનો લાગ મળતાં તેણી ભાગી છૂટી હતી અને થરાદ પોલીસ સ્ટેશનમાં પીઆઇ જે.જી. ચાવડા સમક્ષ પોતાના પર થયેલા અત્યાચારની કેફીયત રજૂ કરી હતી. આથી પોલીસે મધરાતે તેણીના દિયર સામે બળાત્કાર અને પતિ, સાસુ, સસરા સામે અત્યાચાર સહિતનો ગુનો દાખલ કરી મહિલાને તબીબી પરીક્ષણ અર્થે પાલનપુર લઇ જઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.