તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મહા શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહા શિવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ડીસા/થરા/કંબોઇ
ભગવાન શિવના અવતરણ દિન તરીકે ઊજવાતાં મહાશિવરાત્રી પર્વની ડીસા સહિ‌ત જિલ્લાભરમાં શિવમંદિરો અને ધર્મ સ્થાનોમાં ભક્તિભાવ પૂર્વક ઊજવણી કરાઇ હતી.
ડીસા શહેરના રીસાલેશ્વર મહાદેવ, કચ્છી કોલોનીના પાતાળેશ્વર મહાદેવ, રેજીમેન્ટ મહાદેવ, તોપખાના મહાદેવ, ત્રણ હનુમાન મંદિરે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા અને ભજન સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે બનાસ નદીના પટમાં મહાદેવીયા ખાતે સોનેશ્વર મહાદેવ મંદિરે યજ્ઞ તેમજ વિશાળ મેળો ભરાયો હતો. તાલુકાના રસાણા શિવધામે ભક્તોની ભીડ જામી હતી. જ્યારે માલગઢમાં મહા શિવરાત્રીની વિશષ્ટિ ઊજવણી કરાઇ હતી. બ્રાકુમારીઝ ડીસાના સ્થાનિક સેવા કેન્દ્ર પર મહા શિવરાત્રીએ શિવ ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો હતો. બપોરે શોભાયાત્રા નીકળી હતી. જેમાં વિશાળ સંખ્યામાં બ્રાકુમાર ભાઇ-બહેનો જોડાયા હતા. શોભાયાત્રામાં બાળકોએ ધાર્મિ‌ક પાત્રોની વેશભૂષા સજી હતી.
થરા : ભારતભરમાં સમગ્ર ભરવાડ સમાજની એકમાત્ર ગુરૂગાદી થરા ખાતે વાળીનાથ મંદિર ખાતે આવેલી છે. જ્યાં મહા શિવરાત્રીના ભારતભરના ભરવાડ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ગુરૂના દર્શન કરી ભગવાન વાળીનાથને ધજા ચઢાવી હતી. અહીં મહા શિવરાત્રીનો વિશાળ મેળો ભરાયો હતો. શિવ મંદિરોમાં ભાવિક ભક્તોની દર્શન માટે ભીડ જામી હતી તેમજ રાત્રે શિવ મંદિરોમાં ભક્તો £ારા શિવ આરાધના કરવામાં આવી હતી. મેળામાં દિયોદર એ.એસ.પી. ચૈતન્ય માંડલીક તેમજ વિવિધ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, થરા પી.એસ.આઇ. વનરાજસિંહ ચાવડાએ કાયદો અને વ્યવસ્થા જાળવી હતી.
કંબોઇ : કંબોઇ ગામમાં મહા શિવરાત્રી નિમિત્તે શિવ મંદિરે યજ્ઞ તેમજ વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જ્યારે કંબોઇ નજીક ફતેગઢ ગામે શિવ મંદિરે મહા શિવરાત્રી નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે વિશાળ શોભાયાત્રામાં સમગ્ર વિસ્તારના લોકો જોડાયા હતા. જ્યારે રાનેર ગામે શિવ મંદિરે યજ્ઞ તેમજ વિશાળ શોભાયાત્રા નીકળી હતી.
દિયોદર : દિયોદર તાલુકામાં પણ મહા શિવરાત્રી પર્વના પાવન પ્રસંગે વહેલી સવારથી ભાવિક ભક્તોની ભારે ભીડ જામી હતી. નગરના નિલકંઠ મહાદેવ, ઓગડજી મહાદેવ, રૈયા ગામે કમલેશ્વર મહાદેવ અને મુલેશ્વર મહાદેવ, ભેસાણા ગામે ઝાઝારેશ્વર મહાદેવ વગેરે શિવધામોમાં હર-હર મહાદેવના નાદ ગૂંજ્યા હતા. દિયોદર રામ સેવા પ્રચાર સમિતિ £ારા નિલકંઠ મહાદેવ મંદિર ખાતે અખંડ રામધૂન યોજાઇ હતી.
થરાદ : થરાદ શહેર અને ગ્રામિણ વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં મહા શિવરાત્રી પર્વની ભારે આનંદ અને શ્ર£ાપૂર્વક ઊજવણી કરાઇ હતી. શિવાલયોમાં હોમ હવન, પૂજા-અર્ચના, અભિષેક અને રાત્રે ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયા હતા. જ્યારે શહેરના જાગેશ્વર મહાદેવના મંદિરમાં તમામ ભક્તજનો માટે ફળાહારનો પ્રસાદ અપાયો હતો. જ્યારે અનેક ભાવિકો ભાંગની પ્રસાદીમાં પણ તલ્લીન બન્યા હતા.
ધાનેરા : ધાનેરા શહેરના તમામ શિવ મંદિરોમાં સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. વાલેર ખાતે સુંદરપુરી મહારાજના મંદિરે અને વીજ કંપનીની ઓફીસ પાસે આવેલ રામેશ્વર મહાદેવના મંદિરે ગુરુવારની રાત્રે ભજન કર્તિન યોજાયા હતા. જ્યારે ખારાના ધોરા પર ભૂરેશ્વર મહાદેવના મંદિરે ભક્તોનો મોટો જમાવડો થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો