તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આંગણવાડી બહેનોની ગમે ત્યાં બદલીનો પરિપત્ર પણ અમલમાં તંત્રના ઠાગાઠૈયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંગણવાડી બહેનોની ગમે ત્યાં બદલીનો પરિપત્ર પણ અમલમાં તંત્રના ઠાગાઠૈયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરિપત્રનો ઝડપથી અમલ કરવા બહેનોની રજૂઆત
ભાસ્કર ન્યૂઝ.ભીલડી
ગુજરાતમાં ૪૩,૦૦૦થી વધુ આંગણવાડીઓ કાર્યરત છે. જેમાં ફરજ બજાવતી મહિ‌લા કાર્યકરો, હેલ્પરોની માંગણી મુજબ ગમે ત્યાં બદલી કરવાનો રાજ્યપાલનો પરિપત્ર થયેલો છે. પરંતુ આ પરિપત્રનો અમલ કરવામાં સબંધિત અધિકારીઓ ઠાગાઠૈયા કરતાં હોવાથી અનેક કર્મચારી બહેનોને બદલીનો લાભ મળતો નથી.
મહિ‌લા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ £ારા તા. ૦૩/૦૧/૨૦૧૪ થયેલા ઠરાવ મુજબ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રમાં કાર્યકર-તેડાગર બહેનોની જગ્યા ખાલી હોય અથવા નવી જગ્યાઓ મંજૂર થાય ત્યારે કાયમી રહેઠાણ ધરાવતા હોય પરંતુ માન્ય જિલ્લા-શહેરમાં ફરજ બજાવતી કાર્યકર-તેડાગર બહેનોની માંગણીથી એ જગ્યાએ બદલીથી નિમણૂંક આપવી અને તેની સત્તા જિલ્લા કક્ષાએ ડી.ડી.ઓ. અને શહેરી વિસ્તારમાં મ્યુ. કમિશ્રરને આપવામાં આવી છે. આ ઠરાવ સરકાર £ારા થયેલ હોવા છતાં હવે તેના અમલમાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે અને આ પરિપત્રમાં અધિકારીઓ નવેસરથી નોકરી ગણવાનું જણાવતાં હોય છે. પરિપત્ર મુજબ તેમાં દરેકને સામેલ કરાયા છે. પરંતુ સુધારા માટે પરિપત્રને પુન : રાજ્યપાલને મોકલી આપેલ હોવાનું અને નવા પરિપત્રમાં રાજ્યપાલની સહી થતી ન હોય પ્રશ્ર ગુંચવાયો છે તેમ અધિકારીઓ જણાવે છે. પરંતુ આમા સત્ય શું ? તેની ચર્ચા કાર્યકર્તા બહેનોમાં ઉઠી છે. ત્યારે મહિ‌લા ઉત્કર્ષની વાતો કરતી રાજ્ય સરકાર અને મહિ‌લા બાળ વિકાસ વિભાગ ઘટતું કરી દરેક આંગણવાડી બહેનોને ન્યાય અપાવે તેવી માંગ સાથે ગાંધીનગર ખાતે સચિવને રજૂઆત કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો