તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વિચરતી જાતિઓમાં ધરબાયેલી કળાને ખિલવવા સમર્થન મંચની ક્વાયત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચરતી જાતિઓમાં ધરબાયેલી કળાને ખિલવવા સમર્થન મંચની ક્વાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ થરાદ
વિચરતા સમુદાય સમર્થન મંચ £ારા શિબિરો £ારા કલાની ખોજ ઉપર આભ અને નીચે ધરતીના સહારે એક ગામથી બીજે ગામ વિચરતી જાતિઓના લોકોમાં પણ વિવિધ પ્રકારની કળાઓ ધરબાયેલી હોય છે. તેમનામાં આ કલાનો વિકાસ થાય અને તેઓ વધુ આર્થિ‌ક પગભર બને તેવા આશયથી વિચરતી જાતિ માટે કાર્ય કરતી વિચરતા સમુદાય સમર્થન મંચ £ારા ઠેર-ઠેર શિબિરો યોજી કલાકારોની ખોજ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં ૪૨ પ્રકારની વિચરતી જાતિઓ આવેલી છે. આ જાતિઓ સ્થાયી ન હોઇ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન ગુજારતી હોવા છતાં પણ તેમનામાં વિવિધ પ્રકારની કલાનો વારસો ધરબાયેલો પડયો છે. જેનો ઉપયોગ કરીને તે પોતાનું ભરણ પોષણ કરે છે. આ જાતિઓના ઉત્પાદન માટે અમદાવાદની વિચરતા સમુદાય સમર્થન મંચ નામની એનજીઓ કાર્ય કરે છે.
મંચના પ્રમુખ મિત્તલ પટેલ અને સંયોજીકા શારદાબેન ભાટીએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત જાતિઓમાં રહેલી વિવિધ પ્રકારની કલાનો વિકાસ થાય તે માટે ઠેકઠેકાણે રાત્રિ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેમાં બધા કલાકારો ભેગા થાય છે અને પોતાની ખુબીઓ પ્રદર્શિ‌ત કરે છે. વિચરતા સમુદાય સમર્થન મંચના કાર્યકરો £ારા આ કાર્યક્રમ ગોઠવવામાં આવે છે. જેનો એકમાત્ર ઉદ્દેશ્ય વિચરતી જાતિઓમાં રહેલી કલાને બહાર લાવી એક પ્લેટફોર્મ પુરૂ પાડવાનો છે. જેની મદદથી આ લોકો વધુ આર્થિ‌ક અધ્ધર બની શકે તેમ છે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો