તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કંસારીમાં ધર્મોત્સવની જળયાત્રામાં સંતો મહંતો ઉમટયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંસારીમાં ધર્મોત્સવની જળયાત્રામાં સંતો-મહંતો ઉમટયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામેશ્વર મહાદેવ, સુંદરપુરીજી મહારાજની ચરણપાદુકા અને ભેરૂજીની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
ભાસ્કર ન્યૂઝ.ડીસા
ડીસા તાલુકાના કંસારી ગામે નવનિર્મિ‌ત મંદિરમાં રામેશ્વર મહાદેવ, સુંદરપુરીજી મહારાજની ચરણપાદુકા તેમજ ભેરૂજી મહારાજની પ્રાણ-પ્રતિષ્ઠાના ત્રિ-દિવસીય ધર્મોત્સવનો બુધવારથી પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિને સંતો-મહંતોની ઉપસ્થિતિમાં જળયાત્રા યોજાઇ હતી. જેમાં સમગ્ર ગામ જોડાયું હતું.
કળશધારી બહેનોએ સંતો-મહંતોનું સામૈયું કરી હાથી અને શણગારેલી બગીમાં સંતોને બિરાજમાન કરી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મહંત ૧૦૦૮ સુખદેવપુરીજી ગુરૂ ડુંગરપુરીજી ((વાલેર જગ્યા))ના આર્શીવાદ અને આયોજનથી આ ધર્મોત્સવ ઉજવાઇ રહ્યો છે. બુધવારે જળયાત્રા બાદ યજ્ઞનો પ્રારંભ થયો હતો. ગુરુવારે બપોરે ૧૨-૧પ કલાકે શિવલીંગ, મૂર્તિ‌ઓ અને ચરણપાદુકાની સ્થાપના કરી પ્રાણ-પ્રતિષ્ઠા કરાશે. મંદિરના નિર્માણ અને મહોત્સવમાં વિવિધ ચડાવા સ્વરૂપે દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. મહોત્સવના આચાર્ય તરીકે શાસ્ત્રી ચંદ્રકાન્ત દવે અને શાસ્ત્રી શાન્તીલાલ શુકલ વિધિ કરાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો