• Gujarati News
  • ડીસા માર્કેટયા‌ર્ડ‌માં હવે દરરોજ વંદે માતરમ્’ ગીત બાદ હરાજી થશે

ડીસા માર્કેટયા‌ર્ડ‌માં હવે દરરોજ વંદે માતરમ્’ ગીત બાદ હરાજી થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના માર્કેટયાર્ડોમાં અનોખી પહેલ કરતાં ડીસા માર્કેટયા‌ર્ડ‌ના ચેરમેન
ભાસ્કર ન્યૂઝ ડીસા
રાજ્યભરમાં અગ્ર હરોળમાં સ્થાન ધરાવતા ડીસા માર્કેટયા‌ર્ડ‌માં નવા વર્ષથી દરરોજ સવારે વંદે માતરમ્’ના ગીત બાદ હરાજી અને માર્કેટની કામગીરીની શરૂઆત થશે. રાજ્યભરમાં દેશ ભક્તિની આ અનોખી પહેલ કરનાર ડીસા માર્કેટયા‌ર્ડ‌ પ્રથમ છે.
રાજ્યમાં મોખરાની ગણાતી ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસામાં તાજેતરમાં જ યુવા ઉદ્યોગપતિ અને પ્રદેશ ભાજપના કિસાન મોરચાના કારોબારી સભ્ય માવજીભાઇ મગનભાઇ દેસાઇએ ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ અનેક વહીવટી સુધારા અને ખેડૂતો તેમજ વેપારીઓના હિ‌ત લક્ષી કામો શરૂ કર્યાં છે. ત્યારે હવે માર્કેટયા‌ર્ડ‌માં આવતાં ખેડૂતો-વેપારીઓ-હમાલભાઇઓ અને બજાર સમિતિના સ્ટાફ-હોદ્દેદારોમાં દેશ ભક્તિની ભાવના પ્રબળ બને તે હેતુથી ચેરમેન માવજીભાઇ દેસાઇ £ારા રાજ્યભરના માર્કેટયાર્ડોને પ્રેરણા રૂપ બને તેવો નિર્ણય લઇ દરરોજ માર્કેટયા‌ર્ડ‌માં સવારે વંદે માતરમ્ ’ના ગાન બાદ જ હરાજી તેમજ અન્ય કામગીરી શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે.
જેને પગલે દિવાળી બાદ શનિવારથી શરૂ થયેલા માર્કેટયા‌ર્ડ‌માં સવારે વંદે માતરમ્’નું ગાન ગુંજી ઉઠયું હતું. ચેરમેનના આ પગલાંને તમામ વેપારીઓ-ખેડૂતોએ વધાવી તેમના આ પગલાંની સરાહના કરી હતી.