• Gujarati News
  • જોરડીયાળી ((તખતપુરા))ની સગીરાને પીંખી નાખી

જોરડીયાળી ((તખતપુરા))ની સગીરાને પીંખી નાખી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ. વાવ : જોરડીયાળી તખતપુરામાં સગીરા ઉપર જોરડીયાળી ગામના બે શખ્સોએ બળાત્કાર ગુર્જાયો હતો.સગીરાની માતાએ માવસરી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.જેમાં એક આરોપીને પોલીસે પકડી જેલ હવાલે કર્યો હતો.વાવ તાલુકાના સરહદી જોરડીયાળી ((તખતપુરા)) ગામની ૧૦વર્ષીય સગીરા ત્રણ ચાર દિવસ પહેલાં ખેતરેથી ભેંસો લઇ ઘરે આવતાં જોડીયાળી પાસે પદમાસર તળાવ પાસે કલાભાઇ નરસંગભાઇ, અરૂણભાઇ ખેંગારભાઇ દલિતે સગીરાને પકડી મોંમાં રૂમાલ બાંધી બાવળની ઝાડીમાં લઇ જઇ બળાત્કાર ગુર્જાયો હતો.ઘટનાની જાણ થતાં તેણીની માતાએ માવસરી પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવતાં પીએસઆઇ એમ.આર. ગોંડલીયા, લાખાભાઇ રાજપુત, કરશનભાઇ પટેલ, પ્રવિણભાઇ સ્ટાફને સાથે રાખી કલાભાઇને પકડી જેલ હવાલે કર્યો હતો.