• Gujarati News
  • કાંકરેજના ધનેરાની સગીરા પર બળાત્કાર કરનાર ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

કાંકરેજના ધનેરાની સગીરા પર બળાત્કાર કરનાર ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચારેક માસ પહેલાં સગીરાના ઘર નજીકના ખેતરમાં ચાર નરાધમોએ બળાત્કાર ગુર્જાયો હતો
ભાસ્કરન્યૂઝ. થરા
કાંકરેજ તાલુકાના ધનેરા ગામની પટણી દેવીપૂજક સમાજની ૧૨ વર્ષની સગીરા ઉપર ગામના જ ચાર શખ્સોએ ચાર માસ પહેલાં સગીરાના ઘર નજીકના ખેતરમાં તેણીની ઉપર બળાત્કાર ગુજારતાં ગુરુવારે શિહોરી પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો.
પોલીસ સૂત્રો £ારા જાણવા મળતી માહિ‌તી અનુસાર, કાંકરેજના ધનેરા ગામમાં રહેતાં પટણી દેવીપૂજક સમાજની ૧૨ વર્ષની સગીરા પર ચાર મહીના પહેલાં ગામના જ ચાર શખ્સો બકાભાઇ જયંતિભાઇ દેવીપૂજક, મુકેશ કાંનજીભાઇ દેવીપૂજક, રાજાભાઇ વેરશીભાઇ રબારી અને વિષ્ણુભાઇ રમેશભાઇ રબારી ((તમામ રહે, ધનેરા, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા))વાળાઓએ ગામ નજીક આવેલા તેણીના ઘર નજીકના ખેતરમાં બપોરના ૧૨-૦૦ વાગ્યાના સુમારે સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુર્જાયો હતો.
તેને ચાર મહીના બાદ દુ:ખાવો ઉપડતાં તે પ્રેગ્નેન્ટ હોવાનું માલૂમ પડતાં સગીરાએ સઘળી હકીકત તેના પરિવારને કરતાં સગીરાના માતા-પિતાએ ચાર શખ્સો વિરુદ્ધ શિહોરી પોલીસ મથકે ગુરુવારે સામૂહીક બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો. જેની તપાસ ઇન્ચાર્જ પી.એસ.આઇ. કે.પી.ગામેતી ચલાવી રહ્યા છે.