તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભીલડીથી સુરત જવા નીકળેલા પશુ ડૉકટર લાપત્તા

ભીલડીથી સુરત જવા નીકળેલા પશુ ડૉકટર લાપત્તા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુમ થવા અંગે તબીબની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી : કુટુંબીજનો ચિંતાગ્રસ્ત
ભાસ્કરન્યૂઝ. ભીલડી
ડીસા તાલુકાના વેપારી મથક ભીલડીથી ચાર દિવસ અગાઉ સુરત જવા નીકળેલા વેટરનરી ડૉકટર ગુમ થતાં ચકચાર મચી જવા પામાી છે. તબીબની પત્નીએ ભીલડી પોલીસ મથકે ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, ભીલડી ખાતે ઘણા વર્ષોથી રહેતાં મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામના વતની ડૉ. રમેશભાઇ કરશનભાઇ દેસાઇ ભીલડી વિસ્તારમાં વેટરનરી તબીબ તરીકે સેવાઓ આપે છે અને ભીલડી ખાતે આનંદ બંગ્લોઝમાં તેમના પત્ની ડૉ.સુરેખાબેન દેસાઇ સાથે રહે છે. જેઓ ગત તા. ૨૯/૧૦/૨૦૧૩ના પોતાની અર્ટીકો કાર નં.- જીજે-૮-એએફ-૧૦૪૦ લઇને પાટણથી સુરત જવા માટે નીકળેલા. પરંતુ ત્યારબાદ તેમનો કોઇ ફોન નંબર કે કોન્ટેકટ નહી થતાં તેમના કુટુંબીજનો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા. અનેક જગ્યાએ શોધખોળ કરવા છતાં કોઇ અત્તોપત્તો મળ્યો ન હતો. ડૉકટરના પત્ની ડૉ. સુરેખાબેન દેસાઇએ જણાવ્યું હતું કે, તેમનો મંગળવારે બપોરના છેલ્લો કોન્ટેકટ થયો હતો. ત્યારે તેમણે સુરત જવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કોઇ કોન્ટેકટ થયો નથી.’
આ અંગે ભીલડી પોલીસ સ્ટેશનમાં ડૉકટરના પત્ની ડૉ. સુરેખાબેન દેસાઇએ ગુમ થવા અંગેની ફરિયાદ ભીલડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તેની તપાસ ભીલડી પી.એસ.આઇ. પી.એચ.નાઇ અને ટાઉન જમાદાર નારણભાઇ ચલાવી રહ્યા છે.