• Gujarati News
  • ઉમતામાંથી ક્રિકેટ સટ્ટો રમતાં બે ઝડપાયા

ઉમતામાંથી ક્રિકેટ સટ્ટો રમતાં બે ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વિસનગર
વિસનગર તાલુકાના ઉમતા ગામમાં આવેલી શક્તિનગર સોસાયટીના રહેણાંક મકાનમાં આઇપીએલની કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી ડેવીરીયલ્સ મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પીઆઇ બી.એચ.ચૌધરી, પીએસઆઇ એ.એન.ગઢવી, એએસઆઇ મહેશભાઇ, હે.કો. લગધીરભાઇ સહિ‌ત સ્ટાફે રવિવારે સાંજે રેડની કાર્યવાહી કરી હતી. જેમાં ઉમતાના પટેલ ભાવેશકુમાર મણીલાલ અને પટેલ ચેતનકુમાર રમણભાઇ ક્રિકેટનો સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી છ મોબાઇલ, ટીવી સહિ‌ત રૂ.૧૭,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી બંને વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.