તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વિસનગર, વડનગર પંથકમાં ઊજવાયું મહાશિવરાત્રી પર્વ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર, વડનગર પંથકમાં ઊજવાયું મહાશિવરાત્રી પર્વ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર : વડનગર, વિસનગર શહેર સહિ‌ત પંથકમાં ગુરૂવારે શિવરાત્રીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી. શહેરના પ્રાચીન જાળેશ્વર મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, નીલકંઠ મહાદેવ અને મહાકાળેશ્વર મહાદેવ સહિ‌તના દેવાલયોમાં વહેલી સવારથી શ્રધ્ધાળુઓની ભીડ જામી હતી જે માંડી સાંજ સુધી યથાવત રહેવા પામી હતી. જ્યાં ભક્તોએ આ દેવાલયોમાં પૂજા-અર્ચના કરી હતા જ્યારે કેટલાક ભક્તોએ ભાંગનો પ્રસાદ પણ લીધો હતો. આ ઉપરાંત વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રી પર્વે વહેલી સવારથી લોકો દર્શનાર્થે ઉમટયા હતા અને ભાવભેર શિવ પૂજન કર્યું હતું. જ્યારે સાંજે પાંચ વાગ્યે નગરમાં દાદાનો વરઘોડો નીકળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ, પાલિકા પ્રમુખ સુનિલદત્ત મહેતા, સંદીપભાઇ પટેલ સહિ‌ત અગ્રણી વેપારીઓ અને શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો