Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફિલ્મની જેમ નાટય કલા’ માટે પણ થિયેટર બનવા જોઇએ
ટીવી સીરીયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના નટુકાકાએ માદરે વતનની મુલાકાત લીધી
ભાસ્કર ન્યૂઝ.વડનગર
સરકાર નાટયકલા ના વિકાસ માટે જરૂરી પગલાં ભરે તેવી માંગ છે, જેમ ફિલ્મ માટે થિયેટર હોય છે તેમ નાટયકલા માટે પણ થિયેટર બનવા જોઇએ કારણ કે નાટકએ લાઇવ કલા છે’ એવું ગુરૂવારે માદરે વતન ઉંઢાઇ ગામે આવેલા ટીવી સીરીયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકાએ જણાવ્યું હતું.
વડનગર તાલુકાનું ઉંઢાઇ ગામ ગુરૂવારે ટીવી સેલીબ્રિટીના આગમનને લઇને હિલોળે ચઢયું હતું. ટીવી સીરીયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકાર નટુકાકા માદરે વતન આવતાં ગદ્ગદીત થયા હતા તો સામે ગામલોકો પણ એમને જોવા ઉમટયા હતા. ગામના લાખેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નટુકાકા((નટવરલાલ)) માદરે વતન આવ્યા હતા. આરાધ્ય દેવ લાખેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. ગામના જુના સ્મરણોને યાદ કરતાં તેઓ ગદગદીત થયા હતા. સાથોસાથ એમણે મોદી દેશના વડાપ્રધાન બને એવી મહેચ્છા વ્યક્ત કરી પાર્થના પણ કરી હતી.