તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વિસનગર તા.પંચા.નું ~૬.૩૯ કરોડનું પુરાંત લક્ષી બજેટ મંજૂર કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર તા.પંચા.નું ~૬.૩૯ કરોડનું પુરાંત લક્ષી બજેટ મંજૂર કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વિસનગર
વિસનગર તાલુકા પંચાયતના હોલમાં બુધવારે પ્રમુખ રાજુભાઇ ચૌધરીનીઅધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ ૨૦૧૪-૧પનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં વર્ષ ૨૦૧૩-૧૪ની ઉઘડતી સીલક રૂ.૬.૨૯ કરોડ, જ્યારે રૂ.૬૧.૬૯ની આવક સામે ખર્ચ રૂ.૬૧.૬૬ કરોડ દર્શાવવામાં આવ્યો હતો. વર્ષ ૩૧-૦૩-૨૦૧૪ની બંધ સિલક રૂ.૬.૩૩ કરોડ દર્શાવવામાં આવી હતી. વર્ષ ૨૦૧૪-૧પમાં આવક રૂ.૬૪.૬૭ કરોડની સામે ખર્ચ રૂ.૬૪.૬૦ અંદાજવામાં આવ્યો છે. જેથી રૂ.૬.૩૯ કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
આ બજેટમાં વિકાસ અને પંચાયતક્ષેત્રે રૂ.૬૩ લાખ, પશુપાલન ક્ષેત્રે રૂ.પ૦ હજાર શિક્ષણક્ષેત્રે રૂ.દસ લાખ, આર્યુવેદિક સારવાર કેન્દ્ર માટે દસ હજાર, સમાજ કલ્યાણક્ષેત્રે રૂ.૨પ હજાર, બાંધકામક્ષેત્રે રૂ.૬.૪૦ લાખ તેમજ કુદરતી આફતો અને સંકટો માટે રૂ.પ૦ હજારની ફાળવણી કરવામાં આવી છે. સભામાં ટીડીઓ જાન્હવીબેન પટેલ, કારોબારી સમિતિના અધ્યક્ષ બી.એસ.પટેલ, નાયબ હિ‌સાબનીસ બી.એસ.ત્રિવેદી સહિ‌ત સદસ્યો હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો