• Gujarati News
  • વિસનગરમાં તાજીયા પૂર્વે શાંતિ સમિતિની બેઠક

વિસનગરમાં તાજીયા પૂર્વે શાંતિ સમિતિની બેઠક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વિસનગર
વિસનગર શહેર તેમજ તાલુકાના ગામડામાં તાજીયા નીકળતા હોઇ તાજીયા પૂર્વે મામલતદાર કચેરીમાં શહેર તેમજ તાલુકાની અલગ અલગ શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં બંને પક્ષોના અગ્રણીઓએ વહીવટી તંત્રને તાજીયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે તેવી ખાત્રી આપી હતી.
વિસનગરમાં શહેરના ગટીયાવાસ અને કડા દરવાજા વિસ્તારમાંથી, જ્યારે તાલુકાના સવાલા, ભાલક સહિ‌તના ગામોમાં પણ તાજીયા નીકળે છે. ૧પ નવેમ્બરે યોજાનાર તાજીયા પૂર્વે વહીવટી તંત્ર દ્વારા શહેર અને તાલુકાની શાંતિ સમિતિની બેઠક મળી હતી. મામલતદાર કે.પી.પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી શાંતિ સમિતિની બેઠકમાં બંને પક્ષોના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં બંને સમાજના અગ્રણીઓ દ્વારા તાજીયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે તેવી ખાત્રી આપી હતી. - ઇન્દ્રવદન ભટ્ટ