• Gujarati News
  • ૨૦૦ વેરા બાકીદારોને પાલિકાની નોટીસ

૨૦૦ વેરા બાકીદારોને પાલિકાની નોટીસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાં વેરો નહિ‌ ભરનાર બાકીદારોની મિલ્કતો સીલ કરાશે : વેરા વસુલાત ઝૂંબેશ અંતર્ગત પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ
ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર
હિંમતનગર નગરપાલિકા દ્વારા વેરા નહિ‌ ભરનારા ૨૦૦ બાકીદારોને નોટીસ ફટકારી સખ્તાઇ પૂર્વકના પગલા ભરવાની કાર્યવાહી હાથ ધરી છે. વેરા વસુલાત ઝૂંબેશ અંતર્ગત પાલિકા દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીથી બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.
હિંમતનગર નગરપાલિકા તરફથી વેરા વસુલાત માટે સઘન ઝૂંબેશ હાથ ધરવામા આવી છે. માર્ચ માસમાં ૧૦૦ ટકા વસુલાતની કામગીરી કરવા માટે કર્મચારીઓ દ્વારા વિવિધ વો‌ર્ડ‌ વિસ્તારોમાં લાઉડ સ્પીકરોમાં જાહેરાત કરીને બાકીદારોને સમયસર વેરો ભરી દેવા અપીલ કરવામાં આવી હતી.
આ અંગે વધુ માહિ‌તી આપતા નગરપાલિકાના ચીફ ઓફીસર નવનીતભાઇ પટેલે જણાવ્યુ હતું કે નગરપાલિકા દ્વાા વેરા વસુલાતની કામગીરી ઝૂંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી છે. વસુલાત શાખા અને પાલિકાના અન્ય કર્મચારીઓની ટીમના સભ્યો દ્વારા નગરમાં વેરાની વસુલાત માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના તમામ વો‌ર્ડ‌માં બાકીદારોને સમયમર્યાદામાં ટેક્ષ જમા કરાવવા માટેની અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં નિયમ મુદત સુધીમાં વેરાની રકમ નહિ‌ ભરનારા ૨૦૦ બાકીદારોને નોટીસ આપવામાં આવી છે. ચાલુ વર્ષે પાંચથી વધુ બાકીદારોની મિલ્કતોને સીલ કરવામાં આવી હતી.
૩૧ મી માર્ચ સુધીમાં બાકી લેણાં નગરપાલિકામાં જમા નહિ‌ કરાવનાર મિલ્કતધારકોની મિલ્કતો ટાંચમાં લેવી, નળ કનેકશન કાપવા સહિ‌તની વિવિધ કાર્યવાહી કરાશે. જો તેમ છતા પણ બાકીદારો વેરાની રકમ નગરપાલિકાની તિજોરીમાં જમા કરાવશે નહિ‌ તો પોલીસ ફરિયાદ પણ કરાશે. નગરપાલિકા સ્વભંડોળની ગ્રાન્ટમાંથી અનેક વિકાસ કામો કરી પ્રજાની સુખાકારીમાં વધારો કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે તમામ મિલ્કતધારકોએ સમયસર વેરાની રકમ જમા કરવી જોઇએ તેવી અપીલ નગરપાલિકાના સત્તાધીશો તરફથી કરવામાં આવી છે.