• Gujarati News
  • હિંમતનગરમાં વલ્‌ર્ડ‌ કિડની ડેના બે દિવસ પુર્વે જ આધેડનું મોત

હિંમતનગરમાં વલ્‌ર્ડ‌ કિડની ડેના બે દિવસ પુર્વે જ આધેડનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વમાં ૧૩ મી માર્ચને કિડની દિન તરીકે ઓળખવામાં આવે છે : હિંમતનગરમાં કિડની ફેઇલ થતાં શ્રમજીવી પરિવાર પર આફત
ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર
વિશ્વમાં ૧૩ મી માર્ચને કિડની દિન તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આજે પણ કિડનીના રોગોની જાણકારી ન હોવાથી તેમજ જાગૃતિના અભાવે અનેક લોકો મોતના મુખમાં ધકેલાઇ જાય છે.
મળતી માહિ‌તી મુજબ હિંમતનગરમાં સિવિલ સામે આવેલા મોચીવાસમાં રહેતા ધીરજભાઇ ફકીરભાઇ બોરીસા ((ઉ.વ.૪૪))નું બે દિવસ અગાઉ બંને કિડની ફેઇલ થઇ જવાને કારણે મોતને શરણ થયા હતા.
આ અંગે ‌ર્ડ‌ા.કૌશલભાઇ પટેલના જણાવ્યા અનુસાર કિડની ફેઇલ થઇ જવા પાછળ મુખ્યત્વે ડાયાબીટીસ, બ્લડપ્રેશર અને પથરી તથા કિડનીમાં લાગતા ઇન્ફેકશન અગત્યનો ભાગ ભજવે છે.
૧પ દિવસ અગાઉ સારવાર કેમ્પ યોજાયો હતો
હિંમતનગર ખાતે ૧પ દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદની જાણીતી કિડની ઇન્સ્ટીટયૂટના વડા એચ.એમ.ત્રિવેદી અને ટીમે કિડનીના રોગો અંગે જાણકારી લાવવા પ્રયાસ કરી જરૂરિયાતમંદોને મફત નિદાન કરી સારવાર આપી હતી. જેમાં અંદાજે ૩પ૦ થી વધુ કિડનીના રોગથી પીડાતા દર્દીઓએ લાભ લીધો હતો એમ ‌ર્ડ‌ા.વી.એ.ગોપલાણીએ જણાવ્યુ હતું.