• Gujarati News
  • ધોકાગેંગના પકડાયેલા ચાર સાગરિતોએ ૧૨ ગુના કબુલ્યા

ધોકાગેંગના પકડાયેલા ચાર સાગરિતોએ ૧૨ ગુના કબુલ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાતમીને આધારે ચારેય શખ્સો હિંમતનગરમાંથી પકડાયા
ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના પોશીના, ખેડબ્રા તેમજ વડાલી તાલુકાની સીમોમાં આવેલા મંદિરોમાં તેમજ માર્ગો પરથી પસાર થતાં વાહન ચાલકોને ઢોરમાર માર મારી સરેઆમ લૂંટ-ચોરીઓની ઘટનાઓને અંજામ આપનાર ધોકાધારી ગેંગના મુખ્ય ચાર સૂત્રધારોને બુધવારે જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચએ હિંમતનગરમાંથી ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમએ ઝડપેલા ચારેય શખ્સોની સઘન પુછતાછમાં વિવિધ સ્થળોએ થયેલી ચોરી અને લૂંટફાટની ૧૨ ઘટનાઓનો ભેદ ખોલી નાખ્યો છે. જોકે પોલીસે હજુ આ શખ્સોની વધુ તપાસમાં ગેંગના વધુ સાગરિતોના કરતૂતો બહાર આવવાની સાથો સાથ વધુ ગુનાઓના ભેદ ખુલાવાની સંભાવના વ્યકત કરી છે.
જિલ્લાના પોશીના, ખેડબ્રા અને વડાલી તાલુકાની સીમોમાં તેમજ માર્ગો પર આવેલા મંદિરો અને વાહન ચાલકો પર ત્રાટકી ધોકાધારી ગેંગએ ખૂબ જ આતંક મચાવતા આ તાલુકાની પ્રજા રાત્રે બહાર નીકળતા પણ ફફડી ઉઠી હતી. સાબરકાંઠા પોલીસ અધિ-ાક ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. જે.એમ.આલ અને પો.સ.ઇન્સ. એ.વી.ટોલીયાને ટીમ સાથે સઘન વોચ ગોઠવી આતંકી ટોળકીને જબ્બે કરવા અંગે સુચના થઇ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આતંકી ટોળકીને ઝડપી લેવા માટે વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વોચ ગોઠવી હતી.લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળી હતી કે બુધવારે ગેંગના ચાર સૂત્રધારો હિંમતનગરમાં ચોરી-લૂંટનો મુદ્ામાલ વેચવા આવવાના છે. જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમએ ચાર શખ્સોને રૂા.૬૧૩૮પ ની કિંમતના ચોરીના સોના-ચાંદીના દાગીના, મોબાઇલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી રૂા.૪૦૦ પણ કબજે લઇ તમામની પુછતાછ હાથ ધરતા ચારેય શખ્સોએ વડાલી, ખેડબ્રા અને પોશીના તાલુકાના વિવિધ વિસ્તારોમાં ૧૨ સ્થાનો પર ચોરી અને લૂંટની ઘટનાઓને અંજામ આપ્યાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.
માણેકનાથ મંદિરના પુજારીના મોત બાદ હત્યાનો ગુનો નોંધાશે
શ્યામનગર પાસે માણેકનાથનું મોટુ મંદિર આવેલુ છે. જે મંદિર પર આજ ટોળકીએ ત્રાટકી મંદિરના પુજારી કલ્યાણભાઇ વિહાભાઇ રબારી અને અન્ય એક ઇસમને ઢોરમાર અનુસંધાન પાના નં.૮ પર..