• Gujarati News
  • આજથી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ

આજથી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૧૩,૭૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના સેમિસ્ટર-૨ અને ૪ના ૧૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર
ગુજરાત માધ્યમિક શિક્ષણ બો‌ર્ડ‌ દ્વારા ગુરૂવારથી ધોરણ૧૦ અને ૧૨ની પરીક્ષાઓનો પ્રારંભ થનાર છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ૪૭ પરીક્ષા કેન્દ્રો પરથી ધોરણ-૧૦ના ૨૨,૧૧૭ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૧૩,૭૧૬ મળી કુલ ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ૬ કેન્દ્રો પરથી સેમિસ્ટર-૨ના ૬,૬૧૭ અને સેમિસ્ટર-૪ના પ,૭૬૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ અંગે જિલ્લા શિક્ષણ વિભાગની કચેરીના સૂત્રોમાંથી મળતી માહિ‌તી મુજબ સમગ્ર રાજયની સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ ગુરૂવારથી ધોરણ-૧૦ અને ૧૨ની બો‌ર્ડ‌ની પરીક્ષાઓ લેવાશે. ધોરણ-૧૦માં પ્રથમ દિવસે ગુજરાતી, જયારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ચોથા સેમિસ્ટરમાં ભૌતિકશાસ્ત્ર વિષયની પરીક્ષા યોજાશે. જયારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં સહકાર અને પંચાયત તથા નામાના મૂળતત્વો વિષયની પરીક્ષાઓ લેવામાં આવશે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા યોજવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારી વિષ્ણુભાઇ.એમ.ચૌધરીએ જણાવ્યુ હતું કે તમામ પરીક્ષા કેન્દ્રોમાં ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન કોઇ પણ પ્રકારની અફવાથી દૂર રહી શાંતિપૂર્ણ અને શાંત ચિત્તે પરીક્ષા આપવા અનુરોધ કર્યો છે. ઝોનલ કચેરી દ્વારા પરીક્ષા સ્થળો પર નિમાયેલા પ્રતિનિધિઓ, બ્લોક સુપરવાઇઝર, સ્થળ સંચાલકો તથા ફરજ પરના કર્મચારીઓ નિષ્ડાપૂર્વક ફરજ બજાવે તેવી અપીલ પણ કરી હતી.