• Gujarati News
  • મેઘરજની પરિણીતાની દહેજ ભૂખ્યાં સાસરિયાં સામે ફરિયાદ

મેઘરજની પરિણીતાની દહેજ ભૂખ્યાં સાસરિયાં સામે ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મેઘરજ
મેઘરજની પરિણીતાને પતિ અને સાસરિયાં દ્વારા ત્રાસ અપાતો હોઇ કંટાળેલી પરિણીતાએ ત્રણ સાસરિયાં વિરૂધ્ધ મંગળવારે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘાંચીવાડા વિસ્તારમાં રહેતા મુસાભાઇ યાકુબભાઇ ભાયલાની પુત્રી સલમાના લગ્ન મેઘરજના બંગા શફીમહંમદ મુસાભાઇ સાથે આઠ વર્ષ અગાઉ કરાયા હતા. ત્યારબાદ સલમાએ દામ્પત્ય જીવનમાં પુત્રને જન્મ આપ્યો હતો. બીજી તરફ પતિ શફીમહંમદ વિદેશ જતા રહ્યા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ સલમાબેનના સાસુ, નણંદ અને પતિ દ્વારા અવાર નવાર દહેજ લાવવાના પ્રશ્ને ત્રાસ આપતો હતો. સલમાબેનને શનિવારે કેરોસીન છાંટી દઇ સળગાવી દેવાની ધમકી આપીાલ્લાક આપી દેવા દબાણ કર્યુ હતું. જેથી સાસરીયાનો ત્રાસ સહન ન થતાં સલમાબેને પતિ શફીમહંમદ, સાસુ ઝુબેદાબેન અને નણંદ નફીસાબેન બંગા વિરૂધ્ધ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.