• Gujarati News
  • શિવપુરા કંપા પાસે બેફામ ટ્રકની ટક્કરે બાળકનું મોત

શિવપુરા કંપા પાસે બેફામ ટ્રકની ટક્કરે બાળકનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.માલપુર
માલપુર તાલુકાના શિવપુરા કંપા પાસે સોમવારે રોડ પરથી પસાર થઇ રહેલી બેફામ ટ્રકના ચાલકે સાત વર્ષના બાળકને હડફેટે લેતાં તેને ગંભીર ઇજા થઇ હતી. જેના કારણે તેનું મોત થયું હતું. જે અંગે પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.
નવા ગામના કાંતીભાઇ પગીનો પુત્ર યુવરાજ ((ઉ.વ.૭)) સોમવારે શિવપુરા કંપાની સીમમાંથી ચાલતો જઇ રહ્યો હતો ત્યારે ટ્રક ((જીજે ૬વી ૬૩૦૧))ના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવીંગ કરી યુવરાજને હડફેટે લીધો હતો. જેથી તેને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં આસપાસમાં રહેતા લોકોએ ૧૦૮ દ્વારા સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે નાનાજી અમરાજી પગીએ ટ્રક મૂકી ભાગી ગયેલા ચાલક વિરૂધ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો છે.