• Gujarati News
  • બંધ મકાનમાંથી ૨પ હજારની મત્તાની ચોરી

બંધ મકાનમાંથી ૨પ હજારની મત્તાની ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર
હિંમતનગરના શાસ્ત્રીનગર સોસાયટીમાં આવેલા એક બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી રૂા.૨પ હજારની મતાની ચોરી થઇ છે.
આ અંગેની વિગત એવી છે કે શાસ્ત્રીનગર સોસાયટીમાં રહેતા મનીષભાઇ બહેચરભાઇ પટેલ કામ અર્થે સોમવારે બહાર ગયા હતા. દરમિયાન બપોરના સુમારે અજાણ્યા શખ્સોએ આવી મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના મળી રૂા.૨પ હજારની મતાની ચોરી કરી લઇ ગયા હતા. જે અંગે મનીષભાઇ પટેલને ખબર પડતા તેમણે તરત જ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.