• Gujarati News
  • સાંપડથી ગેડ સુધીનો માર્ગ બિસ્માર બનતાં પ્રજાને હાલાકી

સાંપડથી ગેડ સુધીનો માર્ગ બિસ્માર બનતાં પ્રજાને હાલાકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પ્રાંતિજ
પ્રાંતિજ તાલુકાના યાત્રાધામ સાંપડથી ગેડ-સાયબાપુરને જોડતો રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર થઇ ગયો હોવાને કારણે આ વિસ્તારની પ્રજાને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. તેમજ સાંપડ પાસેની હાથમતી નદીમાં બેઠો પુલ બનાવવાની માંગ ઉઠવા પામી છે.
આ અંગે ગેડ ગામના કનકસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર સાંપડથી ગેડ-સાયબાપુરને જોડતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હોવા છતાં સંલગ્ન વિભાગ દ્વારા તેનું સમારકામ કરવામાં આવતુ નથી.
ઉપરાંત સાંપડ પાસેથી પસાર થતી હાથમતી નદીમાં જો પુલીયુ બનાવવામાં આવે તો ચોમાસા દરમિયાન ગેડ તથા સાયબાપુર જતા લોકોને અનુકૂળતા રહે તેમ છે. ચોમાસામાં નદીમાં પાણી આવી જતા ગેડ અને સાયબાપુરના વિદ્યાર્થીઓ તથા વેપારીઓનો પ્રાંતિજ સાથેનો વ્યવહાર બંધ થઇ જાય છે. જેથી ગેડ-સાયબાપુરની આ બંને માગણીઓ સત્વરે સ્વીકારવામાં આવે તેવી લોકમાં માંગ ઉઠવા પામી છે.