• Gujarati News
  • બેંક કેશીયરને ~૩. ૮૨ લાખના ગફલત મામલે સસ્પેન્ડ કરાયા

બેંક કેશીયરને ~૩. ૮૨ લાખના ગફલત મામલે સસ્પેન્ડ કરાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓડિટ દરમિયાન ઓછા નાણાં હોવાનું બહાર આવ્યું
ભાસ્કર ન્યૂઝ.વિજયનગર
વિજયનગર દેના બેંકમાં ઓડિટ દ્વારા કેશ ઓછી જણાઇ હતી. જેમાં રૂા.૩.૮૨ લાખ કેશીયરે જમા ન બતાવતા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જોકે તમામ નાણાં કેશીયરે જે તે દિવસે જ જમા કરી દેતા ઉહાપો મચી જતા અટકયો હતો.
આ અંગે વિજયનગર દેના બેંકના મેનેજર રાજન્દ્રકુમાર ત્રિવેદીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતું કે ગત ૩ માર્ચે બ્રાન્ચનું ઓડિટ કરાયુ હતું. દરમિયાન ઓડિટર ટીમે કેશ તપાસતા રૂા.૩.૮૨ લાખ બુક રજીસ્ટરમાં નોંધાયા ન હોવાનું જાણવા મળ્યુ હતું. જે મામલે કેશીયર જયંતિભાઇ વણકરની પૃચ્છા કરતા કેશ ઓછી હોવાનું અને નોંધ ન હોવાનું કબુલ્યુ હતું. જે મામલે બેંક મેનેજર રાજેન્દ્રકુમાર ત્રિવેદીએ દેના બેંકના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા કેશીયર જયંતિભાઇ વણકરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.