તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અંબાવાડા દૂધ મંડળીમાં ઉચાપત મામલે સેક્રેટરી સહિ‌ત ૧૨ વિરુદ્ધ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાવાડા દૂધ મંડળીમાં ઉચાપત મામલે સેક્રેટરી સહિ‌ત ૧૨ વિરુદ્ધ ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેક્રેટરીએ ફરજ કાળ દરમિયાન રૂ.૧૩ હજારથી વધુની ઉચાપત કરી હતી
ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર
હિંમતનગર તાલુકાના અંબાવાડા ગામની દૂધ મંડળીના સેક્રેટરીએ પોતાના ફરજકાળ દરમિયાન રૂા.૧૩૯૧૭ની હંગામી ઉચાપત કરી હતી. જેમાં ઓડિટ દરમિયાન ઓડિટરે સેક્રેટરી વિરૂધ્ધ મંડળીના હોદે્દારો સહિ‌ત સભ્યોને ફોજદારી કાર્યવાહી કરવા પરિપત્ર કર્યો હતો. પરંતુ દૂધ મંડળીના હોદ્ેદારો કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેતા જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના મદદનીશ સરકારી અધિકારીએ બુધવારે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં સેક્રેટરી સહિ‌ત દૂધ મંડળીના ૧૨ હોદ્ેદારો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સમગ્ર પ્રકરણ અંગેની તપાસ હાથ ધરી છે.
ગાંભોઇ પોલીસ સ્ટેશનના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર હિંમતનગર તાલુકાના અંબાવાડા ગામની દૂધ ઉત્પા.સહ.મંડળીમાં તા.૧૩/૭/૨૦૦૭ થી તા.૨પ/૯/૨૦૦૭ દરમિયાન સુરેશકુમાર જીવણસિંહ મકવાણા સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. આ સમયગાળા દરમિયાન સેક્રેટરીએ હાથ પરની સિલકના રૂા.૧૩૯૧૭ની ઓડિટ દરમિયાન ઓડિટરે ગણવા માંગતા રજૂ ન કરી હંગામી ઉચાપત કરી હતી. જે અંગે સેક્રેટરી વિરૂધ્ધમાં મંડળીના તમામ હોદે્દારો-સભ્યોને ફોજદારી કાર્યવાહી હાથ ધરવા પરિપત્ર કરાયો હતો. જે પરિપત્ર મુજબ દિન-૩૦માં કાર્યવાહી કરવા સુચના આપવા છતાં પણ સંસ્થાના હોદ્ેદારોએ સેક્રેટરી વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
સેક્રેટરીની આ હંગામી ઉચાપત સામે ફોજદારી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેલા દૂધ મંડળીના હોદ્ેદાર-સભ્યોએ એકબીજાની મદદગારી કર્યાનું ધ્યાને આવતા જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના મદદનીશ સરકારી અધિકારી ડી.ટી.નિનામાએ દૂધ મંડળીના સેક્રેટરી સહિ‌ત કુલ ૧૨ જણા વિરૂધ્ધ બુધવારે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હંગામી ઉચાપતના પ્રકરણ અંગે ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઇ. મનસુખભાઇ માવજીભાઇ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો