તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હિંમતનગર પંથકમાં ખેતીનો સફાયો કરી રહેલા જંગલી ભૂંડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર પંથકમાં ખેતીનો સફાયો કરી રહેલા જંગલી ભૂંડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બટાટા, ટામેટા સહિ‌તના પાકોને નુકશાન કરી રહ્યા છે : ખેડૂતોની વન વિભાગને ફરિયાદ
ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર
હિંમતનગર તાલુકાના સંખ્યાબંધ ગામડાઓમાં જંગલી ભૂંડ ખેતીના પાકને વ્યાપક નુકશાન કરતા સ્થાનિક ખેડૂતો ત્રાહિ‌મામ પોકારી ઉઠયા છે. ખેડૂતોના ઘઉં, બટાટા, ટામેટા સહિ‌તના કૃષિ પાકોને નુકશાન થતાં આ અંગે વન વિભાગના અધિકારીઓ સમક્ષ રજુઆત કરી છે.
આ અંગે ખેડૂત અગ્રણી કાન્તીભાઇ પટેલ, જગદીશભાઇ પટેલ અને મહેન્દ્રભાઇ પટેલે એક વાતચીતમાં જણાવ્યુ હતું કે સાબરમતી નદીપટ નજીક આવેલા ગામડાઓમાં જંગલી ભૂંડોના ટોળેટોળા ખેતરોમાં ધસી આવે છે અને બિયારણ તથા ઘઉ, ટામેટા સહિ‌તના પાકોને નુકશાન પહોંચાડે છે. છેલ્લા કેટલાક સમયથી જંગલી ભૂંડોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. મોંઘવારીના સમયમાં ખેડૂતો મોંઘાદાટ કૃષિ પાકના બિયારણો, દવા, ખાતરો સહિ‌તનો ખર્ચ કરી ભારે મહેનત કરી પાકની માવજત કરે છે. પરંતુ પાક તૈયાર થાય તે પહેલા જંગલી ભૂંડો સમગ્ર ખેતરમાં કૃષિ પાકોને નુકશાન કરે છે. ખેડૂતોએ રાત્રિના ઉજાગરા કરી જંગલી ભૂંડોના ત્રાસ સામે પાકને બચાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે વન વિભાગ દ્વારા કોઇ કાયમી વ્યવસ્થા ઉભી કરી જંગલી ભૂંડોના ત્રાસમાંથી ખેડૂતોને છુટકારો મળે તેવા પ્રયાસો કરવાની માગણી કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો