તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બેંકો પાસે ખુલ્લી ગટરોથી ખાતેદારો પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંકો પાસે ખુલ્લી ગટરોથી ખાતેદારો પરેશાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકીર્ગ તથા ખુલ્લી ગટરોના ત્રાસથી ખાતેદારો પરેશાન

બસ સ્ટેન્ડથી બેંકો સુધી જવા ખાનગી વાહન ચાલકો તગડુ ભાડુ વસુલે છે

ભાસ્કર ન્યૂઝ.ભિલોડા

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં આવેલી રાષ્ટ્રીયકૃત તથા અન્ય ખાનગી કંપનીઓ દ્વારા ચલાવાતી બેંકો સહકારી જીનની સામે આવેલી દુકાનોમાં ચાલે છે. પરંતુ અહીં બેંકો આગળ વાહન પાકીર્ગની સુવિધા નથી તથા ખુલ્લી ગટરોના લીધે ખાતેદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેથી દુકાનોમાં ચાલતી બેંકોની યોગ્ય જગ્યાએ ખસેડાય તેવી ખાતેદારોની માંગ છે.

આ અંગેની વિગત એવી છે કે ભિલોડા-ઇડર રોડ પર સહકારી જીન સામે આઇ.ડી.બી.આઇ., અર્બન ક્રેડીટ સોસાયટી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, બેંક ઓફ બરોડાની બેંકો આવેલી છે. આ બેંકો ખાનગી દુકાનો તથા શોપીંગ સેન્ટરોમાં ચાલી રહી છે. પરંતુ અહીં બેંકો આગળ વાહન પાકીર્ગ તથા ખુલ્લી ગટર લાઇન પસાર થતી હોઇ અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખુલ્લી ગટરના લીધે વૃદ્વ ખાતેદારોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. બેંકો ચાલુ કરવા માટે મંજુરી મળે છે, ત્યારે યોગ્ય તપાસ કરી પુરતી સગવડ છે કે નહિ‌ તેની તપાસ કરાયા બાદ જ બેંકોને શરૂ કરવાની મંજુરી અપાવી જોઇએ તેમ ખાતેદારો ઇચ્છી રહ્યા છે. ભિલોડા-ઇડર રોડ પર આવેલી બેંકોમાં બસ સ્ટેન્ડથી જવા માટે ખાતેદારો પાસેથી ખાનગી વાહનોવાળા તગડુ ભાડુ વસુલે છે.ફોટા નંબર : ૨ થી ૩

કેપ્સન : ભિલોડામાં રાષ્ટ્રીયકૃત બેંકો શોપીંગ સેન્ટરોમાં ચાલતી હોવાથી ખાતેદારોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. તસ્વીર : કાશિક સોની

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો