• Gujarati News
  • લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે તંત્રની કવાયત

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે તંત્રની કવાયત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રિસાઇડીંગ અને પોલીંગ ઓફીસરોને તાલીમ
ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર
લોકસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વહીવટીય તૈયારીઓનો પ્રારંભ થયો છે. પ્રિસાઇડીંગ અને પોલીંગ ઓફીસરોને ઇવીએમ મશીન તથા ચૂંટણીલક્ષી કામગીરીની માહિ‌તી આપવા માટે બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ અંગે જિલ્લા ચૂંટણી વિભાગના સૂત્રોમાંથી મળતી માહિ‌તી મુજબ સાબરકાંઠા જિલ્લાની લોકસભાની ચૂંટણીઓનું જાહેરનામુ પ્રસિધ્ધ થયા પહેલા ચૂંટણી તંત્ર દ્વારા પ્રાથમિક મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. તમામ વિધાનસભા મત વિસ્તારમાં પ્રિસાઇડીંગ ઓફીસર તથા પોલીંગ ઓફીસર સહિ‌તના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. મદદનીશ ચૂંટણી અધિકારી તથા માસ્ટર ટ્રેનર દ્વારા ઇવીએમ મશીનને લગતી જાણીકારી આપી મતદાન સમયે કેવા પ્રકારની સાવધાની રાખવી જોઇઅ, મતદાન સમયે આર્દશ ચૂંટણી કામગીરી કેવી રીતે કરવી સહિ‌ત વિવિધ વિષયો અંગેની જાણકારી આપવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં ૨૭-હિંમતનગર વિધાનસભા મત ક્ષેત્રમાં કુલ ૬૧૬, ૨૮-ઇડરમાં ૬૪૨, ૨૯-ખેડબ્રામાં પપ૮ અને ૩૩-પ્રાંતિજ વિધાનસભા મત ક્ષેત્રમાં ૭૦૦ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી