તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આજે વડાલી પાલિકાની ખાસ સામાન્ય સભામાં પ્રમુખના ભાવિનો ફેસલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વડાલી પાલિકાની ખાસ સામાન્ય સભામાં પ્રમુખના ભાવિનો ફેસલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રમુખની આપખુદી સામે શાસક પક્ષના સાત સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવવા રજુઆત કરી હતી
ભાસ્કર ન્યૂઝ.વડાલી
સાબરકાંઠામાં કોંગ્રેસ શાસીત વડાલી નગરપાલિકાના પ્રમુખે આપખુદ વર્તન કરી વિકાસ કામો સંદર્ભે સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ટેન્ડરીંગ પ્રક્રિયા કરી દેતા ખુદ પાલિકાના શાસક પક્ષના સાત સભ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા થોડા દિવસ અગાઉ કલેકટર, પ્રાંત અને ચીફ ઓફીસર સમક્ષ લેખિત રજુઆત કરી હતી. જેના ભાગરૂપે ચીફ ઓફીસરે પાલિકામાં શુક્રવારે અવિશ્વાસની દરખાસ્ત બાબતે ચર્ચા કરવા સામાન્ય સભા બોલાવતા શહેરમાં પાલિકાનુ સત્તાનું સુકાન બદલાશે કે બરકરાર રહેશે તે મુદ્ો ટોક ઓફી ધી ટાઉન બન્યો છે.
પાલિકા પ્રમુખ અજીતસિંહ રાઠોડ દ્વારા શહેરમાં સત્તાની રૂએ આપખુદ વર્તન ચલાવી રોડ, ગટર લાઇન, વોટર વર્કસ, શૌચાલય સહિ‌તના વિકાસના કામો કરવા માટેના નિર્ણયો કર્યા હતા. જે કામોની તા.૩૧ જાન્યુઆરીએ દૈનિકપત્રોમાં જાહેરાત અપાતા પાલિકાના સત્તાધારી સભ્યો ચોંકી ઉઠયા હતા. જેથી પાલિકાના ૨૧માંથી ૧૭ સભ્યોએ ટેન્ડરીંગ પ્રક્રિયા અટકાવવા કલેકટરને રજુઆત કરી હતી. ત્યારબાદ શાસક પક્ષના સાત સભ્યોએ ગત તા.૧૪ ફેબ્રુઆરીએ વિકાસના કામોના નાણાંનો વ્યય ન થાય તે આશયથી પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે નગરપાલિકાના ઇ.ચીફ ઓફીસર અગ્રવાલને લેખિત રજુઆત કરી તાત્કાલિક સામાન્ય સભા બોલવવાની માંગ કરી હતી. જેની જાણ કલેકટર અને પ્રાંત અધિકારીને પણ કરાઇ હતી.
જે અંતર્ગત પાલિકા દ્વારા પ્રમુખ સામે રજુ થયેલ અિશ્વાસની દરખાસ્ત બાબતે ચર્ચા-વિચારણા એક મુદ્ાનો એજન્ડા કાઢવામાં આવ્યા છે. જે અંતર્ગત સામાન્ય સભા શુક્રવારે બપોરે પાલિકાના સભાખંડમાં યોજાશે. બીજી તરફ પાલિકા પ્રમુખે પોતાની ખુરશી ટકાવવા વિશ્વાસનો મત મેળવવો જ પડશે. સામે પક્ષે શાસક પક્ષ પાસેના ૧૩ સભ્યોમાંથી સાત સભ્યો અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે. જેથી સામાન્ય સભામાં પ્રમુખનો તાજ બરકરાર રહે છે કે સત્તાનું સુકાન બદલાય છે કે સત્તા પરિવર્તન થાય છે તે વિશે શહેરમાં તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થતાં આ મુદ્ો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો