તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જિલ્લા ખાણ ખનીજ વિભાગનો સપાટો પ૬૨ મેટ્રીક ટન રેતીનો જથ્થો સીઝ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા ખાણ ખનીજ વિભાગનો સપાટો પ૬૨ મેટ્રીક ટન રેતીનો જથ્થો સીઝ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીતવાડા નજીક રોયલ્ટી પાસ વગર રેતીનો જથ્થો સંગ્રહ થતો હતો : ઓવર લોડ ભરેલી ટ્રક ઝડપી કાર્યવાહી
ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર
સાબરકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા બુધવારે પ્રાંતિજ તાલુકાના સીતવાડા નજીક રેતીનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતા સપ્લાયરોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન રોયલ્ટી પાસ વગરનો પ૬૨ મેટ્રીક ટન રેતીનો જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.
જિલ્લામાં સાબરમતી નદીપટ વિસ્તારમાંથી રેતીની ચોરી કરનાર ખનીજ માફીયાઓ સામે સખ્તાઇ પૂર્વક તપાસ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત ઓવરલોડ જથ્થો ભરીને જતા ટ્રકો તથા ડમ્પરો સીઝ કરીને દંડનીય કાર્યવાહી હાથ ધરાઇ છે. જિલ્લા ભુસ્તર શાસ્ત્રી કર્તિીભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ બુધવારે માઇન્સ સુપરવાઇઝર ભૂપેશ પંડયા અને સર્વેયર વી.એમ.ચૌધરી દ્વારા પ્રાંતિજ તાલુકાના સીતવાડા નજીક વિવિધ સ્થળોએ રેતીનો સ્ટોક કરી સપ્લાય કરતા સપ્લાયરોના વિવિધ સ્થળોની તપાસ કરવામાં આવી હતી.
આ અંગે વધુ માહિ‌તી આપતા માઇન્સ સુપરવાઇઝર ભૂપેશ પંડયાએ જણાવ્યુ હતું કે પ્રાંતિજ તાલુકાના સીતવાડા નજીક રેતી ખનીજનો સંગ્રહ કરતા સાબર સપ્લાયર અને ત્રિદેવ ટ્રાન્સપો‌ર્ટની ઓફીસ તથા ગોડાઉનની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સાબર સપ્લાયરમાં ૩૧૭ મેટ્રીક ટન અને ત્રિદેવ ટ્રાન્સપો‌ર્ટમાં ૨૪પ મેટ્રીક ટન જથ્થો રોયલ્ટી પાસ વગરનો હોવાનું માલૂમ પડયુ હતું. પ૬૨ ટન રેતીનો જથ્થો સીઝ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉપરાંત સીતવાડા નજીક રોયલ્ટી પાસ કરતા વધુ ખનીજનું વહન કરતા ટ્રકને ઝડપી લઇ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા પ્રાંતિજ તાલુકામાં હાથ ધરવામાં આવેલી તપાસની કામગીરીથી ખનીજ ચોરી કરતા ખનીજ માફીયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો