તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • છુટાછેડા બાદ યુવતિને હેરાન કરતા પુર્વ પતિ વિરૂધ્ધ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છુટાછેડા બાદ યુવતિને હેરાન કરતા પુર્વ પતિ વિરૂધ્ધ ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ઇડર
ઇડર તાલુકાના દલજીતપુરા ગામની એક યુવતી સાથે તેણીના પતિએ છુટાછેડા લીધા બાદ પણ અવારનવાર ધાક-ધમકી આપી માર મારતા યુવતીએ બુધવારે પુર્વ પતિ વિરૂધ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત એવી છે કે દલજીતપુરા ગામે રહેતી પ્રમોદાબેન ભરતભાઇ પ્રજાપતિના લગ્ન મુડેટી ગામના રાકેશભાઇ બાબુલાલ પ્રજાપતિ સાથે થયા હતા. પરંતુ બંનેના દામ્પત્ય જીવનમાં અવારનવાર કંકાસ થતો હતો. જેથી પ્રમોદાબેનના પિતાએ વર્ષ ૨૦૦૮માં સમાજના અગ્રણીઓની હાજરીમાં છુટાછેડા લીધા હતા. પરંતુ રાકેશભાઇ પ્રજાપતિ તે અંગે અદાવત રાખી પ્રમોદાબેનને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન તા.૨૩ ફેબ્રુઆરીના રોજ પ્રજાપતિ સમાજના લગ્નમાં પ્રમોદાબેન તેમના દિકરા સાથે ગયા હતા. જયાં રાકેશભાઇ પ્રજાપતિએ પ્રમોદાબેનને પકડી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પ્રમોદાબેને બુધવારે રાકેશભાઇ પ્રજાપતિ વિરૂધ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો