Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાલીનો રીક્ષા ચાલક યુવક સાયબર ક્રાઇમનો શિકાર બન્યો
ભાસ્કર ન્યૂઝ.વડાલી
વડાલી શહેરના રીક્ષા ચાલક યુવકને ગત શનિવારે સાયબર ચોરે ફોન કરી તમારા એટીએમની મુદત પૂર્ણ થતી હોવાનું કહી કાર્ડ નંબર માગી ખાતામાંથી રૂા.૧૭ હજાર ઉપાડી લીધા હતા. જે અંગે મૂળ ખાતેદાર યુવકે બેંકમાં તપાસતા છેતરપિંડી થયાનું જણાતા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવઇ છે.
આ અંગેની વિગત એવી છે કે વડાલીમાં રહેતા રફીકભાઇ ગફુરભાઇ મનસુરીનું વડાલીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા શાખામાં ૩૩પપ૦૯૬૮૨૩૧ નંબરનુ ખાતુ છે. જેથી તેઓ એટીએમ પણ ધરાવે છે. દરમિયાન તેઓ તા.૨૨ ફેબ્રુઆરીના રોજ તેઓ વડાલી પાસે આવેલા મહાકાળી મંદિર આગળથી પસાર થતા હતા. ત્યારે તેમના પોતાના મોબાઇલ નંબર ૯૯૧૩૦૭૯૮૮૭ પર મોબાઇલ નંબર ૭૨પ૦૯૦૪૭૩૨ પરથી ફોન આવ્યો હતો. જેમાં અજાણ્યા શખ્સે પુછયુ હતું કે તમે રફીકભાઇ બોલો છો, ત્યારબાદ જણાવાયુ હતું કે તમારા એસ.બી.આઇ બેંકના એટીએમ કાર્ડની મુદત પૂર્ણ થઇ ગઇ હોવાથી રીન્યુ કરાવવા માટે હાલ જ બેંકમાં આવી જાઓ, તો રફીકભાઇએ કહ્યુ કે હું મહાકાળી મંદિરી પાસે છું, થોડાવાર થશે, તો કોલ કરનારે કહ્યુ તમારુ એટીએમ તમારી પાસે છે, તેમણે કહ્યુ હા, ત્યારબાદ એટીએમના નંબર અંગે પુછયુ હતું અને કહ્યુ હતું કે અને તેની પાછળ ૪૭૯૨ લખેલુ છે, જેથી રફીકભાઇએ હા કહેતા કોલ કરનારે એટીએમનો સીક્રેટ કોડ માગ્યો હતો. ત્યારબાદ રફીકભાઇએ ખાનગી પીન નંબર આપ્યો હતો, આટલી વિગત માગ્યા પછી કોલ કરનારે રફીકભાઇને કહ્યુ કે તમે બેંકમાં આવી જાઓ થોડીવારમાં એટીએમ રીન્યુનો મેસેજ આવી જશે. જેથી રફીકભાઇ બેંકમાં ગયા હતા અને પુછતાછ કરતા કોઇએ તેમને ફોન કર્યો ન હોવાનું જાણવા મળ્યુ હતું. એટલે રફીકભાઇએ છેતરપિંડી થઇ હોવાનું માન્યુ હતું અને ખાતામાં તપાસ કરતા તેમાં બેલેન્સ નીલ હતું. આખરે બનાવ અંગે ભોગ બનનાર યુવકે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.