તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભાટીયા સમાજના બે મંદિરના વિવાદમાં પોલીસે બંને મંદિરોને તાળા માર્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાટીયા સમાજના બે મંદિરના વિવાદમાં પોલીસે બંને મંદિરોને તાળા માર્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ અને મામલતદારે સમાધાન કરાવવા પ્રયાસ કર્યા

ભાસ્કર ન્યૂઝ.ભિલોડા

અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે માલાવાવ પાસે આવેલા ભાટીયા સમાજના બે મંદિરો અંગે તાજેતરમાં સમાજના જ્ઞાતિજનો વચ્ચે વિવાદ થતાં રવિવારે બંને મંદિરોને તાળા મારી દેવાતા સમાજમાં રોષની લાગણી પ્રસરી છે. જોકે આ અંગે ભિલોડા પોલીસે જાણવાજોગ અરજી લઇ તપાસ હાથ ધરી છે. ઉપરાંત મામલતદારે પણ દરમિયાનગીરી કરી સમાધાન કરાવવાના પ્રયાસ હાથ ધર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે માલાવાવ વિસ્તાર નજીક ભાટીયા સમાજનું જવાલામાતા અને ચામુંડા માતાના મંદિર આવેલા છે. આ મંદિરો જ્ઞાતિબંધુઓના સહયોગથી અગાઉ બનાવાયા હતા. જોકે માલાવાવ પાસેના જવાલામાતાના મંદિરમાં ભાટીયા ભીખાભાઇ ચુનીલાલે મંદિરની મૂર્તિ‌ પ્રતિષ્ઠા કરાવી હતી. પરંતુ જવાલામાતાજીમંદિરના ટ્રસ્ટના પ્રમુખ ભાટીયા કિશોરભાઇ અંબાલાલ તથા રાજુભાઇ.ડી.ભાટીયા, પ્રવિણભાઇ.સી.ભાટીયા, નરેન્દ્રભાઇ ભાટીયા, જે.સી.ભાટીયા, વિપુલકુમાર ભાટીયા સહિ‌ત સમાજના અન્ય લોકોએ આ મંદિરની બાજુમાં બીજુ જવાલામાતાનું મંદિરનું નિર્માણ પણ તાજેતરમાં કરાયુ હતું. દરમિયાન રવિવારે નવા બનાવાયેલા મંદિરમાં મૂર્તિ‌ની સ્થાપના કરવા પ્રમુખ ભાટીયા કિશોરભાઇ તથા સમાજના લોકો ગયા હતા. પરંતુ ભાટીયા ભીખાભાઇ અને બીજા ત્રણ લોકોએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. જે અંગે ભાટીયા કિશોરભાઇએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં સુલેહભંગ ન થાય તે માટે અને મંદિરમાં મૂર્તિ‌ની સ્થાપના સુખરૂપ સંપન્ન થાય તે આશયથી જાણવાજોગ અરજી આપી હતી. જોકે તરત જ રવિવારે મામલો બીચકતા પી.એસ. આઇ. વી.યુ.ચાવડા તથા પોલીસ સ્ટાફ અને મામલતદારની કચેરીનો સ્ટાફે ઘટના સ્થળ પર જઇ મામલો થાળે પાડયો અને ધાર્મિ‌ક લાગણી વધુ દુભાય નહિ‌ તે આશયથી બંને મંદિરોને તાળા મારી દીધા હતા.આ અંગે નાયબ મામલતદાર રમણભાઇ પરમારે જણાવ્યુ હતું કે બંને મંદિરના અગ્રણીઓને બોલાવી તેમણે સાંભળી સમાધાનના પ્રયાસ કરાશે.ઇફોટા નંબર : ૧૯ થી ૨૧

કેપ્સન : ઇભિલોડાના માલાવાવ વિસ્તારમાં આવેલા ભાટીયા સમાજના બે મંદિર અંગે વિવાદ થયો છે. તસ્વીર : કૌશિક સોની

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો