તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઘડીની મહિ‌લાના અરઝ ખાતામાંથી ગઠિયાએ ~ ૧.૧૦ લાખ ઉપાડી લીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘડીની મહિ‌લાના અરઝ ખાતામાંથી ગઠિયાએ ~ ૧.૧૦ લાખ ઉપાડી લીધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાં લગ્ન પ્રસંગે આવેલી મહિ‌લાને વિશ્વાસમાં લઇ ઠગાઇ આચરી

સ્ટેટ બેંકના એટીએમ સેન્ટરમાં નાણાં ઉપાડવા ગયેલી મહિ‌લાને ગઠિયો છેતરી ગયો

મહિ‌લાનું એટીએમ કા‌ર્ડ‌ લઇ બીજાનું કા‌ર્ડ‌ પધરાવી દીધું

ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર હિંમતનગરમાં લગ્ન પ્રસંગે ગત મંગળવારે આવેલી પ્રાંતિજ તાલુકાના ઘડી ગામની મહિ‌લા સાથે ગઠિયાએ ચતુરાઇ પૂર્વક વિશ્વાસ કેળવી તેનું અસલી એટીએમ કા‌ર્ડ‌ અને ગુપ્ત નંબર જાણી લઇ બીજાનું એટીએમ કા‌ર્ડ‌ પધરાવી દઇ મહિ‌લાના એટીએમ ખાતામાંથી રૂ.૧.૧૦ લાખની માતબર રકમ ઉપાડી જવાનો મામલો શહેરના બી.ડીવીઝનમાં સોમવારે નોંધાયો હતો. બે દિવસ દરમિયાનના સમયગાળામાં બનેલી ઠગાઇની ઘટના અંગે મહિ‌લાને જાણ થતાં અજાણી વ્યકિત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

હિંમતનગર શહેરમાં વિશ્વાસઘાત સાથે ઠગાઇની બનેલી ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર પ્રાંતિજ તાલુકાના ઘડી ગામના ગીતાબેન ભોગીલાલ પંડયા તા.૧૮ ફેબ્રુઆરીને મંગળવારે લગ્ન પ્રસંગે હિંમતનગરમાં આવ્યા હતા. તે દરમિયાન ગીતાબેનને નાણાંની જરૂરત હોઇ સિવિલ હોસ્પિટલ સામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ સેન્ટરમાં નાણાં ઉપાડવા ગયા હતા. જયાં મહિ‌લાના એટીએમ કા‌ર્ડ‌થી નાણાં ન નીકળતા સેન્ટરમાં હાજર અજાણ્યા ગઠિયાએ મહિ‌લાનો ચતુરાઇ પૂર્વક વિશ્વાસ લઇ તેણીના એટીએમ કા‌ર્ડ‌થી રૂા.૭ હજાર કાઢી આપ્યા હતા. ગીતાબેનને નાણાં આપ્યા બાદ ગઠિયાએ બીજાનું એટીએમ કા‌ર્ડ‌ તેમને પધરાવી દીધુ હતું. જયારે ગીતાબેનનું એટીએમ કા‌ર્ડ‌ પોતાની પાસે રાખી લઇ રફુચકકર થઇ ગયો હતો.

દરમિયાનમાં હિંમતનગરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ સેન્ટરમાં આવેલા ગઠિયાએ તા.૧૮ ફેબ્રુઆરીથી ૨૦ ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન ગીતાબેન પંડયાના એટીએમ ખાતામાંથી રૂા.૧.૧૦ લાખ ઉપાડી લીધા હતા. બે દિવસ બાદ ઘડી ગામની મહિ‌લાને ગઠિયો બીજાનું એટીએમ કા‌ર્ડ‌ પકડાવી દઇ છેતરી ગયાનો અહેસાસ થતાં તેમણે સોમવારે ઠગાઇની ઘટના અંગે હિંમતનગર ટાઉન બી-ડીવીઝનમાં અજાણ્યા વ્યકિત વિરૂધ્ધ ફરિયાદ નોાધાવતા પોલીસે ગુનો દર્જ કરી તપાસના ચક્રો શરૂ કર્યા છે.પોલીસે એટીએમના સીસી ટીવી કૂટેજ આધારે તપાસ

હિંમતનગર ટાઉનના બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.આર.દેસાઇએ જણાવ્યુ હતું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ સેન્ટરમાં મુકાયેલા સીસી ટીવી કેમેરાની ફુટેજને આધારે ઠગાઇ કરનાર શખ્સની શોધખોળ ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો