તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભિલોડા તાલુકા પંચાયતનું વર્ષ ૃચ્ ’૨૦૧૩ ૧૪ નું સુધારેલુ બજેટ મંજુર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભિલોડા તાલુકા પંચાયતનું વર્ષ ૃચ્/’૨૦૧૩-૧૪ નું સુધારેલુ બજેટ મંજુર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંધકામ ક્ષેત્રે રૂ.૪ લાખનો ખર્ચ કરવાની જોગવાઇ
ભાસ્કર ન્યૂઝ.ભિલોડા
ભિલોડા તાલુકા પંચાયતમાં મંગળવારે મળેલી સામાન્ય સભામાં વર્ષ ૨૦૧૩ નું સુધારેલુ તથા વર્ષ ૨૦૧૪-૧પ નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યુ હતું. જેને સર્વાનુમતે મંજુર કરાયુ હતું.
આ અંગે તાલુકા પંચાયતના પ્રમુખ અમૃતલાલ બરંડા તથા તાલુકા વિકાસ અધિકારી એ.જે.સોલંકીના જણાવ્યા અનુસાર તાલુકા પંચાયતના સભાખંડમાં મંગળવારે મળેલી બજેટ બેઠક દરમિયાન રજુ કરાયેલા બજેટમાં સ્વભંડોળ વિભાગમાં તા.૧/૪/૧૩ ના રોજ ઉઘડતી સિલક તરીકે રૂા.૨૦,પ૮,પ૩૪ દર્શાવાયા છે. ઉપરાંત આવક પેટે રૂા.૨૧૦પ૩૬૦ ની આવક મળી તાલુકા પંચાયતને રૂા.૪૧,૬૩,૮૯૪ ની આવક થશે. જેની સામે વર્ષ દરમિયાન રૂા.૨૬,૦૦,૧૦૦ ખર્ચ થશે. ત્યારબાદ તા.૩૧/૩/૧૪ ના રોજ બંધ સિલક રૂા.૧પ,૬૩,૭૯૪ રહેશે.
ઉપરાંત મંગળવારે રજુ કરાયેલા બજેટમાં વર્ષ ૨૦૧૪-૧પમાં ઉઘડતી સિલક તરીકે તા.૩૧/૩/૧૪ ના રોજ બંધ સિલક દર્શાવાઇ છે. જોકે વર્ષ ૨૦૧૪માં તાલુકા પંચાયતને વિવિધ ગ્રાન્ટ અને કર વેરામાંથી રૂા.૨૧,૯૭,૩૬૦ મળી રૂા.૩૭,૬૧,૧પ૪ ની કુલ આવક થશે, તે વર્ષે રૂા.૨૪,૮૦,૧૦૦ નો ખર્ચ કરાશે. આ બજેટ બેઠકમાં વહીવટી ખર્ચ રૂા.૬.પ૧ લાખ અંદાજાયો છે. ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે રૂા.૩૦,૦૦૦, પશુપાલન ક્ષેત્રે રૂા.૧૦,૦૦૦, ખેતીવાડી માટે રૂા.૭૦,૦૦૦ અને બાંધકામ ક્ષેત્રે રૂા.૪ લાખ તથા વિકાસ કાર્યો પાછળ અંદાજે રૂા.૧૦ લાખ ખર્ચાશે. ઉપરાંત તાલુકા પંચાયતને સ્થાનિક કર પેટે રૂા.પ.૬૮ લાખ મળશે તેમજ બાંધકામની આવક પેટે તાલુકા પંચાયતને અંદાજે રૂા.પ.૭૦ લાખ મળી રૂા.૨૧.૦૭ લાખની આવક થશે. આ બેઠકમાં કારોબારી અધ્યક્ષ ગુલાબચંદ પટેલ, ગજાનંદ પ્રજાપતિ, પ્રવિણભાઇ ચેનવા સહિ‌ત ૨૧ સભ્યો અને હિ‌સાબનીશ ડી.એસ.ગામેતી હાજર રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો