તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઇડરીયા ગઢ ઉપર દીપડો દેખાતાં શ્રદ્ધાળુઓમાં ભય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇડરીયા ગઢ ઉપર દીપડો દેખાતાં શ્રદ્ધાળુઓમાં ભય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપડાની ગર્જના સાંભળી લોકોમાં ફફડાટ
ભાસ્કર ન્યૂઝ.ઇડર
ગુજરાતમાં જાણીતા એવા ઇડરીયા ગઢ પર મંગળવારે સવારના સુમારે દીપડાએ દેખાદેતા ગઢ વિસ્તારમાં આવેલા મંદિરના પુજારીઓ તથા શ્રદ્ધાળુઓમાં ભયની લાગણી સાથે ફફડાટ ફેલાઇ ગયો હતો.
ઇડરીયા ગઢ વિસ્તારમાં નિયમિત રીતે પશુ-પક્ષીઓને ચણ નાખવામાં આવતુ હોવાને કારણે તેમની અવરજવર વધુ રહે છે. બીજી તરફ જમીનથી ઊંચાઇ પર આવેલા આ પથરાળ વિસ્તારમાં કેટલાક સ્થળે માનવીઓની અવરજવર ન રહેતી હોવાથી તે વિસ્તારો નર્જિન રહે છે. દરમિયાન મંગળવારે સવારના સુમારે દીપડાએ દેખા દઇને ગર્જના કરી હતી. જેના કારણે આસપાસના મંદિરોમાં સેવા પૂજા કરતા પુજારીઓ તથા શ્રધ્ધાળુઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આ અંગે સ્થાનિક રહીશ લાલાભાઇ તથા રૂપેશભાઇના જણાવ્યા અનુસાર દીપડાની ગર્જનાને કારણે તેને ડુંગર વિસ્તારમાંથી ભગાડવા માટે ત્રણ યુવાનોએ પ્રયાસ કર્યો હતો. જેથી દીપડો પણ અન્ય સ્થળે જતો રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો