• Gujarati News
  • શાકભાજીના ભાવ આસમાને પહોંચતાં ગૃહિ‌ણીઓનું બજેટ ખોરવાયું

શાકભાજીના ભાવ આસમાને પહોંચતાં ગૃહિ‌ણીઓનું બજેટ ખોરવાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુંગળી, ટામેટા સહિ‌તના શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો
લીલા શાકભાજીમાં પ૦ ટકાનો ભાવ વધારો થવાને કારણે ખરીદદારોમાં કચવાટ
ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર
શિયાળાની શરૂઆતમાં જ જિલ્લાના શાક માર્કેટમાં શાકભાજીના ભાવોમાં પુન: ધરખમ વધારો થયો છે. દીવાળી પર્વ બાદ પણ લીલા શાકભાજીમાં પ૦ ટકાનો ભાવ વધારો થવાના પગલે ખરીદદારોમાં કચવાટ વ્યાપ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઇડર, વડાલી સહિ‌તના વિસ્તારોમાં પડેલા વરસાદમાં શાકભાજીના પાકને નુકશાન પહોંચ્યુ છે. ખેતરોમાં પાણી ભરાવાના કારણે વેલાવાળી શાકભાજીમાં રોગચાળો થવાને કારણે શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દીવાળી પર્વ બાદ પણ શાકભાજીની નવી આવકોમાં વધારો ન થવાના કારણે ડુંગળી, ટામેટા સહિ‌તના શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. જથ્થાબંધ વેપારીઓએ આ સમયનો લાભ લઇને ખેડૂતો પાસેથી સસ્તા ભાવે શાકભાજીની ખરીદી કરે છે. પરંતુ છુટક બજારમાં લીલા શાકભાજી જેવા કે દૂધી, ભીંડા, લીલા ધાણા, આદુ, ફુલાવર, ગવાર સહિ‌તના શાકભાજીના ભાવોમાં બમણો વધારો થયો છે. શાકમાર્કેટમાં છુટક વેપારીઓએ ઉઘાડી લૂંટ ચલાવી વધુ ભાવો લેતા ગૃહિ‌ણીઓનું બજેટ ખોરવાયુ છે.
આ અંગે કેટલીક ગૃહિ‌ણીઓએ જણાવ્યુ હતું કે છુટક વેપારીઓ લીલા શાકભાજીમાં ધરખમ વધારો કર્યો છે. વરસાદના પગલે માર્કેટયા‌ર્ડ‌માં શાકભાજીની આવકમાં ધટાડો થયો હોવાનું બહાનું બતાવી દિવસે-દિવસે લીલા શાકભાજીમાં ધરખમ વધારો થયો છે. જેના કારણે મધ્યમવર્ગ તથા ગરીબ વર્ગના લોકોનું આર્થિ‌ક બજેટ ખોરવાયુ છે. સવાર-સાંજ કયા પ્રકારની શાકભાજી બનાવવી તેની ચિંતા ગૃહિ‌ણીઓને સતાવી રહી છે.