• Gujarati News
  • પ્રાંતિજ તાલુકામાં મીનરલ વોટરના નામે વેચાતુ પાણી બિન આરોગ્યપ્રદ

પ્રાંતિજ તાલુકામાં મીનરલ વોટરના નામે વેચાતુ પાણી બિન આરોગ્યપ્રદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીમાં ટીડીએસની માત્રા અંગે વપરાશકારો અજાણ
ભાસ્કર ન્યૂઝ.પ્રાંતિજ
પ્રાંતિજ તાલુકામાં અનેક ઠેકાણે મીનરલ વોટરના નામે વેચાતુ પાણી બિનઆરોગ્યપ્રદ હોવાની બૂમ ઉઠવા પામી છે ત્યારે આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરી કસુરવારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.
આ અંગે રમેશભાઇ પટેલ નામના એક નાગરિકે જણાવ્યુ હતું કે પ્રાંતિજ શહેર સહિ‌ત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લોકો છેલ્લા ઘણા સમયથી મીનરલ પાણીનો વ્યવસાય કરી તેનો પ્લાન્ટ ગામમાં જ નાખી દીધો છે. પરંતુ તે પાણી જમીનમાંથી ખૂબ નીચેથી આવતુ હોવાને કારણે તેમાં ક્ષાર અને ટીડીએસનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ આરો પ્લાન્ટના માલિકો આ પાણીને ફિલ્ટરમાંથી ગાળીને ૧૦ કે ૨૦ લીટરની બોટલ અથવા તો જગમાં ભરીને પ્રતિ બોટલના રૂ.૨૦ થી વધુ લઇને વપરાશકારના ઘરે આપી જાય છે.
પરંતુ આ પાણીમાં વપરાશકારોને ટીડીએસ કે અન્ય ક્ષારોનું પ્રમાણ કેટલુ છે તેની જાણ નથી. જેના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થાય તેવી શકયતા છે. એટલુ જ નહિ‌ પણ આ પાણી પીવા છતાં અનેક લોકોને સાંધા દુ:ખવાના, પથરી તેમજ અન્ય પાણીજન્ય રોગો થયા છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી કરવી જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે.