• Gujarati News
  • તલોદમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉબડ ખાબડ બનતાં પ્રજા ત્રાહિ‌મામ બની

તલોદમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉબડ ખાબડ બનતાં પ્રજા ત્રાહિ‌મામ બની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રખીયાલ, વાવડી, હરસોલ અને મજરા તરફથી તલોદ આવતા માર્ગો બિસ્માર બનતાં હાલાકી
ભાસ્કર ન્યૂઝ.તલોદ
ચાલુ વર્ષે થયેલ અતિ વરસાદે ચોતરફ પાણી ફેરવી દીધુ છે. જેમાં વધારે અસરો મુખ્ય માર્ગો પર થઇ છે. તલોદ શહેર પણ આ સમસ્યાથી ત્રસ્ત બન્યુ છે. શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉબડખાબડ અને ખાડાઓથી ભરપુર બનતા વાહન ચાલકો ત્રાહિ‌મામ પોકારી ઉઠયા છે,બીજી તરફ માર્ગોની નિયમિત મરામત અર્થે ખાસ રોકવામાં સરકારી કર્મચારીઓની બેદરકારી છતી થઇ રહી છે.
તલોદમાં પ્રવેશ કરવા માટે રખીયાલ, વાવડી, હરસોલ અને મજરા તરફથી આવતા માર્ગોનો વાહન ચાલકો વધુ ઉપયોગ કરે છે. પરંતુ તલોદની ચારે બાજુથી આવતા માર્ગોની ભયંકર દુર્‍દશાથી વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે. રોડ પર ખાડા પડી ગયા છે, કેટલેક ઠેકાણે મેટલ બહાર આવી જવાથી અનેક વાહનોના ટાયરમાં પંકચર કે અન્ય ખામી સર્જા‍તા વાહનો ખોટકાઇ જવાના બનાવો બની રહ્યા છે.
બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગોની સામાન્ય મરામત કરવા કાયમી ધોરણે કામ કરતો સ્ટાફ માર્ગો ઉપર દેખાતા જ નથી. જેથી માર્ગોની હાલત દિન-પ્રતિદિન કથળી રહી છે. તલોદમાં પ્રવેશવાના માર્ગો પર ખાડા પડી ગયા હોવાથી રાત્રિના સમયે તે ભલભલાને ગોથુ ખવડાવી દેછે. છતાં માર્ગ અને મકાન વિભાગના મજુરો કામ પ્રત્યે નિષ્કાળજી દાખવી રહ્યા છે.