• Gujarati News
  • પ્રેમપુરમાં સામાન્ય બાબતે ઝઘડો થતાં ધમકી અપાઇ

પ્રેમપુરમાં સામાન્ય બાબતે ઝઘડો થતાં ધમકી અપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર : હિંમતનગરના પ્રેમપુર ગામે રવિવારે સામાન્ય બાબતે ઝઘડો થતાં અપાયેલી ધમકી અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બે જણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી. પ્રેમપુર ગામે રહેતા હરેશભાઇ ચતુરભાઇ ચમાર અને આજ ગામના દીવાબેન અને લલીતાબેન કરશનભાઇ પરમાર તથા દિનેશભાઇ કરશનભાઇ પરમાર વચ્ચે મજુરી કરવા બાબતે સામાન્ય ઝઘડો થયો હતો. જેમાં લલીતાબેન અને દિનેશભાઇએ હરેશભાઇને ગાળો બોલી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે હરેશભાઇએ રવિવારે લલીતાબેન પરમાર અને દિનેશભાઇ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.