• Gujarati News
  • ગેસ લીક થતાં મકાનમાં લાગેલી આગમાં મહિ‌લા દાઝી

ગેસ લીક થતાં મકાનમાં લાગેલી આગમાં મહિ‌લા દાઝી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર : શહેરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં મહાકાલી મંદિર જવાના રોડ પર રહેતા લાખારામ રામચંદ્ર પ્રજાપતિના ઘરે તેમના પિત્ન સુરમાબેન ગેસ પર પાણી ગરમ કરવા મૂકયુ હતું. દરમિયાન ગેસ પાઇપ અચાનક લીકેજ થતાં રૂમમાં આગ લાગતા દોડધામ મચી હતી. જોકે બૂમાબૂમ થતાં આસપાસમાં રહેતા લોકોએ દોડી આવી લાખારામ, તેમના પિત્ન સુરમાબેન અને બે બાળકોને બહાર ખેંચી કાઢી બચાવી લીધા હતા. જોકે સુરમાબેનની સાડી આગમાં લપેટાતા તેણીના બંને હાથ આગની ઝાળ લાગતા દાઝી ગયા હતા. આગની ઘટના અંગે પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતા તેમણે આવી આગ બુઝાવી દીધી હતી.