• Gujarati News
  • જિલ્લામાં ધીમા પગલે શિયાળાની શરૂઆત

જિલ્લામાં ધીમા પગલે શિયાળાની શરૂઆત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.હિંમતનગર
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે હવામાનમાં પલટો આવ્યો છે. વહેલી પરોઢે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધતા જિલ્લામાં ધીમા પગલે શિયાળાની શરૂઆત થઇ છે.
લોકોએ ઠંડીથી બચવા માટે ગરમ કપડાની ખરીદી તથા પહેરવાની શરૂઆત કરી દીધી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલ હિ‌મવર્ષાને કારણે ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી રહી છે. નવેમ્બર મહિ‌નાના પ્રારંભથી તાપમાનમાં લઘુત્તમ પારો ૨૦ ડિગ્રીની નજીક પહોંચ્યો છે. બેવડી ઋતુને કારણે શરદી, ઉધરસ અને વાયરલના દર્દીઓમાં વધારો થયો છે.જિલ્લામાં ઇડર, ખેડબ્રા અને વડાલી પંથકમાં વાદળછાયા વાતાવરણથી તાપમાનનો પારો વધતા ઠંડીનું જોર વધ્યુ હોવાનું ડીઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યુ છે.