• Gujarati News
  • તલોદ પાલિકાના સફાઇ કામદારોની હડતાળ સમેટાઇ

તલોદ પાલિકાના સફાઇ કામદારોની હડતાળ સમેટાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલેકટરે હૈયાધારણ આપતા સફાઇ કામ શરૂ કરાયું
ભાસ્કર ન્યૂઝ.તલોદ
તલોદ નગરપાલિકાના ૨પ સફાઇ કામદારોએ ઉચ્ચત્તર પગાર ધોરણની માગણી ન સંતોષાતા દીવાળી તહેવારોમાં જ કાળી ચૌદશથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા હતા. દરમિયાન શુક્રવારે જિલ્લા કલેકટર બંછાનિધિ પાનીની સુચનાથી અધિકારીઓએ તલોદ પાલિકાના સફાઇ કામદારોની મુલાકાત લીધી હતી. જેમાં તેમના પડતર પ્રશ્નો અંગે શનિવારે વાટાઘાટ કરવાની હૈયાધારણ અપાતા સફાઇ કામદારોએ તેમની હડતાલ સમેટી લઇ શુક્રવારથી સફાઇ કામ શરૂ કરી દીધુ છે.