• Gujarati News
  • અકસ્માત ટાળવા ત્રણ રસ્તા પર વહેલીતકે બમ્પ બનાવવાનો નિર્ણય

અકસ્માત ટાળવા ત્રણ રસ્તા પર વહેલીતકે બમ્પ બનાવવાનો નિર્ણય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મામલતદારે માર્ગમકાન વિભાગને બમ્પ બનાવવા તાકિદ કરી
ભાસ્કર ન્યૂઝ.વિજયનગર
વિજયનગરના વિકાસપથ પરના ગોજારા બની રહેલા ટેલીફોન ત્રણ રસ્તા પર અકસ્માત ટાળવા આર.એન્ડ.બી. દ્વારા સર્કલ બનાવવા સ્થાનિક અગ્રણીઓએ તાજેતરમાં વિજયનગર મામલતદાર, પોલીસ, તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતું.
આ અંગે વિજયનગર ઉપસરપંચ રામજીભાઇ ઉર્ફે પ્રકાશભાઇ પટેલ, રાકેશ ભગોરા, હરિ કલાલ, મહેન્દ્ર પ્રજાપતિના જણાવ્યા મુજબ કોન્ટ્રાકટર અને અમલદારોની મીલી ભગતથી બમ્પ કે સર્કલ બનાવવામાં ન આવતા ટેલીફોન ત્રણ રસ્તા અને છતરીયા ત્રણ રસ્તા ગોજારા બન્યા છે.
જે અંગે મામલતદાર પી.બી.વલવાઇએ લોકમાગણી અંગે પ્રત્યુત્તર આપતા જણાવ્યુ હતું કે વિકાસપથ બન્યો તે સમયે જ સ્થાનિક લોકોએ માર્ગ અને મકાન ખાતાનું ધ્યાન ર્દોયુ અને તે બને તે અગાઉ હાલ બમ્પ બનાવવા માર્ગ અને મકાન ખાતાના નાયબ ઇજનેરને તાકીદ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યુ હતું.