• Gujarati News
  • વસાઇમાં ખોરાકી ઝેરની અસરથી ચાર ગાયોનાં મોત

વસાઇમાં ખોરાકી ઝેરની અસરથી ચાર ગાયોનાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝેરી ચોમાસુ નિંદામણ કલ્હારની અસરથી ઝૂરતાં પશુઓના ટપોટપ મોતથી પશુપાલકની હાલત કફોડી બની
ભાસ્કર ન્યૂઝ.ઇડર
ઇડર તાલુકાના વસાઇ ગામમાં ચોમાસા દરમિયાન કૃષિ પેદાશો મગફળીમાં નિદામણ જેવા ઝેરી કલ્હારના ઘાસચારો આરોગવાથી ચાર જેટલી ગાયોનાં મોત અને બાકીના અન્ય ગંભીર અસર હેઠળ હોવાથી પશુપાલકોમાં ફફડાટ અને અરેરાટી ફેલાઇ જવા પામી છે.
આ અંગે વધુ પ્રા થતી માહિ‌તી મુજબ ઇડર તાલુકાના વસાઇ ગામમાં ખેતી અને પશુપાલન દ્વારા પોતાના જીવન-નિર્વાહ ગુજારતા જશુભાઇ જેસીંગભાઇ દેસાઇનાં ચોમાસા દરમિયાન મગફળીના પાકમાં ઉગી નિકળતા ઝેરી કલ્હાર નામના ઘાસચારાના નિંદામણ આરોગવાથી ગાયોને તાત્કાલીક ઝેરી ખોરાકની અસર થતાં ઝુરવા માંડી હતી. જેની જાણ ધનજીભાઇએ પોતાના મોટાભાઇ પ્રવિણભાઇ જેસીંગભાઇ દેસાઇને કરતા તેમણે ડોક્ટરોને બોલાવ્યા હતા. તાત્કાલીક સાબરડેરીના વેટનરી વિભાગના નિષ્ણાંત ડૉક્ટરો પશુ ડૉક્ટર અનિલ દેસાઇ, ડૉ, હિંમાશુ પટેલ અને ડૉ. પ્રકાશ પટેલ દ્વારા સારવાર હાથ ધરવામાં આવી હતી. પરંતુ વારાફરતી ચાર જેટલી ગાયોના મોત તથા અન્ય એક હજુ પણ ગંભીર હાલતમાં હોવાથી દીવાળીના તહેવારોના ટાણે પશુપાલક પરિવાર ઉપર આભ તૂટી જવા પામ્યું છે.
આ અગાઉ વસાઇના જ શૈલેષ પટેલ નામના પશુપાલકે ઝેરી કલ્હારના ખોરાકી અસરથી એકજ દિવસમાં બે ગાય-ભેંસ ગુમાવતાં ઝેરી કલ્હારની ચર્ચાએ ખેડૂતોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. આ બાબતે પશુપાલકોએ ઘટના સ્થળે ઉપસ્થિત વેટનરી સાબર ડેરીના તેમજ સરકારી વિભાગના ડૉક્ટરોને અગમ ચેતીની ઉપાયની રજૂઆત કરતાં ડૉક્ટરોએ પ્રાથમિક તબક્કે જ આવા ચોમાસામાં ખાસ કરીને મગફળી તથા ગવાર-કપાસના પાકોમાં ઉગતા કલ્હારના છોડને દૂર કરી અથવા ઘાસચારામાંથી અલગ તારવી પશુઓના ઘાસચારો ઉપયોગમાં લેવાનું જણાવ્યું હતું
પોતાના કિંમતી પશુધનને બચાવવાના અથાગ અને સતત પ્રયત્ન છતાં એક પણ પશુ ન બચતાં સમગ્ર વસાઇના પશુપાલક ખેડૂતોમાં ફફડાટ અને અરેરાટીની લાગણી ફેલાઇ જવા પામી છે. તહેવારોના દિવસોમાં બનેલા આવા પશુધન ખોવાના બનાવની ગામ તથા આજુબાજુના વિસ્તારમાં ફેલાતાં આ ઝેરી કલ્હારની તિવ્રતા અને કોપને જોવા માટે ઘટના સ્થલે આવેલા પશુપાલકોએ સારવાર કરવા માટે આવેલા પશુ ડૉક્ટર અનિલ દેસાઇ, ડૉ, હિંમાશુ પટેલ અને ડૉ. પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના મત મુજબ ઝેરી કલ્હાર નામનો આ ઘાસચારો વેટનરીના સંશોધનમાં પ્લેટીના કેમેરા નામ ઓળખાય છે જેમાં આ વર્ષે ચોમાસામાં સતત વરસાદના પરિણામે પુખ્તતા અને પરિપક્વ થતાં તેના છોડના છોગામાં આવેલા ફુલોમાં રહેલા બિયામાં તથા છોડમાં અતિ તિવ્રતા અને ગરમ પ્રકૃતિના ગુણધર્મને કારણે પશુઓના લોહીના સીધા પરિભ્રમણમાં અસર અને ત્રાટક થતાં હોવાથી લોહીની ઘનતા પાતળી કરી ઝડપી પરિભ્રમણ કરતાં પશુઓના શ્વસન અને અન્ય માર્ગોએ લોહી નિરતંર વહી જતુ ન રોકાઇ શકાતુ હોવાથી પશુઓનાં મોત થતાં હોવાનું જણાવ્યું હતું
હાલનો સમગ્ર વસાઇ પંથકમાં આવા ઝેરી અને ગંધાના કલ્હારના ઘાસચારાના પરિણામે મોતને ભેટેલા પશુધનની ચર્ચાઓએ પશુપાલકોણાં અસરકારક પશુ ચિકીત્સા માટે સરકારી અને સાબરડેરીના વેટનરી વિભાગના નિષ્ણાંતો દ્વારા ઉપચાર અને સારવાર માટેની રજૂઆતો કરી હોવાનું જાણવા મળેલ છે.