તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પોશીના ઘાંટીના જવાનનું આસામમાં આકસ્મિક મોત

પોશીના ઘાંટીના જવાનનું આસામમાં આકસ્મિક મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતકને લશ્કરી સન્માન સાથે અગ્નિ‌દાહ અપાયો
ભાસ્કર ન્યૂઝ.ભિલોડા
ભિલોડા તાલુકાના પોશીનાઘાંટી ગામના યુવાનનું તથા સશસ્ત્રી સીમા સુરક્ષા બલની આસામના ગોસાઇ ગાવ કેમ્પમાં ગત તા.૩ નવેમ્બરને દીવાળીના રોજ આકસ્મિક મોત થતાં તેમના મૃતદેહને મંગળવારે વતન લાવી લશ્કરી સન્માન સાથે અધિકારીઓની ઉપસ્થિતિમાં અગ્નિ‌દાહ આપવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે પોશીનાઘાંટી ગામના પંકજકુમાર શંકરલાલ ખરાડી ((ઉ.વ.૩૦)) વર્ષ ૨૦૦૯માં સશસ્ત્રી સીમા સુરક્ષા બલમાં જોડાયા હતા. ત્યારબાદ તેમને ટ્રેનીંગ માટે આસામના ગોસાઇ ગાવ નજીક આવેલ ૩૧મી બટાલીયનમાં નિમણુક અપાઇ હતી. જયાં તેઓ સીમા સુરક્ષા બલની ટ્રેનીંગ લઇ રહ્યા હતા. જોકે લશ્કરમાં જોડાયા બાદ બે વર્ષ અગાઉ તેમના લગ્ન પણ થયા હતા.
દરમિયાન દીવાળીના દિવસે અચાનક જ તેમનું ગોસાઇ ગાવ ખાતે આવેલ કેમ્પમાં આકસ્મિક મૃત્યુ નિપજયુ હતું. જે અંગે લશ્કરના અધિકારીઓ દ્વારા મૃતકના ભાઇ વિનોદભાઇ ખરાડીને જાણ કરાઇ હતી. ત્યારબાદ તેઓ અને અન્ય પરિવારજનો મૃતક પંકજભાઇના મૃતદેહને લેવા ગોસાઇ ગાવ ગયા હતા. જયાંથી બેસતા વર્ષના દિવસે વિમાન માર્ગે તેમનો મૃતદેહ અમદાવાદ અને ત્યાંથી રોડ માર્ગે તેમને પોશીનાઘાંટી લવાયા હતા. જયાં મંગળવારે લશ્કરના અધિકારીઓની ઉપસ્થિતિમાં મૃતકને લશ્કરી સન્માન સાથે સલામી આપી તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.