તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નારાયણસાંઇ સહિ‌ત ચાર સામે સુરત કો‌ર્ટનું ધરપકડ વોરંટ

નારાયણસાંઇ સહિ‌ત ચાર સામે સુરત કો‌ર્ટનું ધરપકડ વોરંટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આસારામના પુત્ર નારાયણ સાંઇ સામે દુષ્કર્મની ભોગ બનેલી પીડિતાએ સુરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સુરતના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કો‌ર્ટે ગત તા.૨૯ ઓકટોમ્બરના રોજ નાયરાણ સાંઇ સહિ‌ત ચાર વ્યકિતઓના એરેસ્ટ વોરંટ ઇસ્યુ કર્યા છે. જે એરેસ્ટ વોરંટ હિંમતનગર તાલુકામાં જયાં નારાયણ સાંઇના આશ્રમો છે ત્યાં ૧લી નવેમ્બરે શુક્રવારે સુરત પોલીસની મદદથી ચિપકાવ્યા છે. પોલીસ હાલમાં આ આશ્રમો પર બાજ નજર રાખી રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર આસારામના પુત્ર નારાયણ સાંઇ ઉર્ફે મોટા ભગવાન સામે દુષ્કર્મની ભોગ બનેલી પીડિતાએ સુરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સુરત પોલીસ ટીમના અધિકારીઓએ ૧૩ ઓકટોમ્બરના રોજ હિંમતનગર તાલુકાના ગાંભોઇ નજીક આવેલા નારાયણ સાંઇના મુછનીપાળ ખાતેના આશ્રમની તપાસાર્થે આવી દુષ્કર્મવાળા સ્થળ સાથે આશ્રમની વિડીયોગ્રાફી કરાવી હતી. સુરત પોલીસે પીડિતાને આ સ્થળે લઇ આવી તેના બતાવ્યા મુજબની એક-એક જગ્યાનું બારીકાઇથી નિરીક્ષણ કર્યુ હતું.

આગળ વાંચો, સુરત પોલીસે મેજીસ્ટ્રેટના આદેશથી આશ્રમ પર નોટીસ લગાવી