• Gujarati News
  • સાસરીમાં ગયેલી પરિણીતાનું શંકાસ્પદ મોત

સાસરીમાં ગયેલી પરિણીતાનું શંકાસ્પદ મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાસરીયાઓએ હત્યા કરી હોવાના આક્ષેપ
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
અમીરગઢ તાલુકાના સુરજપુરા ((રાણાવાસ)) ગામેથી રાજસ્થાનના વાસડા ગામે સાસરીમાં ગયેલી એક પરિણીતાનું સોમવારે રાત્રે શંકાસ્પદ મોત નિપજતાં ચકચાર મચી છે. આ અંગે તેણીની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે પિયરપક્ષ £ારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઇ છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરજપુરા ((રાણાવાસ)) ગામના મફુબા કાનસિંહ ચૌહાણ ((ઉ.વ.૨૭))ના લગ્ન ત્રણ વર્ષ અગાઉ રાજસ્થાનના આબુ રોડના વાસડા ગામે શ્રવણસિંહ બાબુસિંહ ડાભી સાથે થયા હતા. જેમને કોઇ સંતાન નથી. દરમિયાન હોળી-ધૂળેટીના તહેવારો આવતાં હોઇ મફુબાને સાસરીમાં લઇ જવાયા હતા. જ્યાં સોમવારે રાત્રિએ તેણીનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. આ અંગે આક્ષેપો કરતાં મફુબાના પિયર પક્ષના હિંમતસિંહ હરિસિંહ ચૌહાણ અને કાનસિંહ રૂપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમારી દીકરીએ ઝેરી પ્રવાહી ગટગટાવ્યું નથી પરંતુ સાસરીયાઓએ તેની હત્યા કરી છે. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
પરિણીતાના મૃતદેહને પાલનપુર લવાયો
આબુ રોડના વાસડા ગામે મફુબાનું મોત નિપજતાં તેણીના પિયરીયાઓએ મંગળવારે સવારે તેણીના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં પોલીસ કર્મી મહેન્દ્રભાઇ પરાડીયાએ પંચનામું કર્યું હતું. દરમિયાન યુવતીના મોતનું કારણ પી.એમ. રીપો‌ર્ટ બાદ જાણી શકાશે તેમ તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.
પાંચ ભાઇ અને ત્રણ બહેનોએ લાડલી ગુમાવી
સુરજપુરા ((રાણાવાસ)) ગામના મફુબા કાનસિંહ ચૌહાણને પાંચ ભાઇઓ અને ત્રણ બહેનો છે. દરમિયાન સાસરીમાં મફુબાનું શંકાસ્પદ મોત નિપજતાં પાંચ ભાઇ અને ત્રણ બહેનોએ લાડલી
ગુમાવી છે.